ભારતમાં આ જગ્યાઓ પર જોવા મળ્યું વર્ષ 2022નું અંતિમ ચંદ્રગ્રહણ


  • Published By :
  • Published Date : 2022-11-08 18:01:31

વર્ષ 2022નું અંતિમ ચંદ્રગ્રહણ ભારતમાં શરૂ થઈ ગયું છે. અરુણાચલ પ્રદેશની રાજધાની ઈટાનગરમાં પૂર્વ ગ્રહણ સાથે ચંદ્રોદય જોવા મળ્યો હતો. કોલકાતા, કોહિમા, પટના, પૂરી, રાંચીમાં ચંદ્રગ્રહણ જોવા મળશે.

 

વર્ષ 2022નું છેલ્લું ચંદ્રગ્રહણ

મુંબઈમાં છ વાગ્યા બાદ આંશિક ચંદ્ર ગ્રહણ શરૂ થશે જે 6.19 કલાકે પૂર્ણ થઈ જશે. આગામી વર્ષે 2023માં કુલ ચાર ચંદ્રગ્રહણ જોવા મળશે. વર્ષ 2023માં બે સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ જોવી મળશે. જો કે ભારતમાં તો માત્ર આંશિક ચંદ્રગ્રહણ જ જોવા મળશે.

Lunar Eclipse 2022 LIVE Updates: The last total Chandra Grahan of 2022  begins in India, watch the live streaming online | Hindustan Times

સૌથી પહેલા પ્રશાંત મહાસાગરના વિસ્તારમાં ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું. ત્યાર બાદ અમેરિકા થઈને ઑસ્ટ્રેલિયા અને જાપાનમાં પણ જોવા મળ્યું હતું. અમેરિકા અને ઑસ્ટ્રેલિયામાં આંશિક ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું. અમેરિકા અને ઑસ્ટ્રેલિયામાં બ્લડમૂન જોવા મળ્યું હતું. ભારત અને જાપાનમાં આંશિક ચંદ્રગ્રહણ જોવા મળશે. ગ્વાટેમાલામાં અડધું ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે