ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ પ્રમુખ અને પ્રખ્યાત સાહિત્યકાર મોહમ્મદ માંકડનું નિધન


  • Published By :
  • Published Date : 2022-11-06 10:26:54

ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત કવિ અને ગુજરાત સાહિત્ય અકાદમીના સ્થાપક મોહમ્મદ માંકડે  93 વર્ષની જૈફ વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. લાંબા સમયની બિમારી સામે સંઘર્ષ કર્યા બાદ શનિવાર સાંજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. લોકપ્રિય વાર્તાકાર તેમજ પત્રકારિત્વ ક્ષેત્રે તેમનું અમુલ્ય યોગદાન છે. ગુજરાતી સાહિત્યમાં તેમના યોગદાન બદલ તેમને સાહિત્ય ગૌરવ પુરસ્કાર 2018થી સન્માનિત કરાયા હતા.

મોહમ્મદ માંકડને સાહિત્ય ગૌરવ પુરસ્કાર | gaurav puraskar-abhiyaan - Abhiyaan

ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ પ્રમુખ હતા 

લોકપ્રિય નવલકાર અને કટાક્ષકાર મોહમ્મદ માંકડની અનેક નવલકથાઓ ખૂબ પ્રખ્યાત છે. તેમાં ધુમાસ, મોરપિંચ્છના રંગ, અજાણ્યાં બે જણ, રાતવાસો, ખેલ, મંદારવૃક્ષ ખૂબ પ્રખ્યાત છે. ઉપરાંત કેલિડોસ્કોપ (ભાગ 1-4), આનંદની વાત એ છે કે આપણે મનુષ્યોને ખૂબ પ્રસિદ્ધિ મળી છે.  તેમનો જન્મ 13 ફ્રેબ્રુઆરી 1928ના રોજ પળિયાદ એટલે કે હાલના બોટાદમાં થયો હતો. બી.એ સુધીનો અભ્યાસ પૂર્ણ કરી તેઓ સુરેન્દ્રનગર સ્થાયી થઈ ગયા હતા. તે બાદ 1982થી1992 સુધી તેમણે ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ પ્રમુખ તરીકે સેવા કરી હતી. 




ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.