અજય દેવગણની ફિલ્મ ભોલા’નું રોમેન્ટિક ટ્રેક ‘નજર લગ જાયેગી’ થયું રિલીઝ


  • Published By :
  • Published Date : 2023-02-20 16:41:24

પોતાની આગામી ફિલ્મ ભોલાને લઈ બોલિવુડ એક્ટર અજય દેવગણ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. થોડા સમય પહેલા ભોલા ફિલ્મનું ટીઝર રીલિઝ થયું હતું, જેમાં અજય દેવગણ હાથમાં શ્રીમદ્ ભગવત ગીતા અને કપાળ પર ભસ્મ લગાવેલા જોવા મળ્યા હતા. અજયનો પ્રથમ લૂક ચાહકોને ખૂબ પસંદ આવ્યો હતો. ત્યારે ફિલ્મનું પ્રથમ રોમેન્ટિક  ટ્રેક નઝર લગ જાયેગી રિલીઝ થઈ ગયું છે.


30 માર્ચે રિલીઝ થવાની છે મુવી  

30 માર્ચ 2023ના રોજ સિનેમાઘરોમાં અજય દેવગણની ફિલ્મ ભોલા રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મને લઈ દર્શકોમાં ઉત્સુક્તા જોવા મળી રહી છે. આ ફિલ્મમાં અજય દેવગણની સાથે તબ્બુ, સંજય મિશ્રા, દીપક ડોબરિયાલ જેવા કલાકારો જોવા મળવાના છે, મોશન પોસ્ટર રિલીઝ કરતા અજય દેવગણે લખ્યું હતું કે એક ચટ્ટાન, સૌ શૈતાન. ઈસ કલિયુગ મેં આ રહા હૈ ભોલા, 30 માર્ચ 2023. 

અલગ અંદાજમાં જોવા મળ્યા અજય 

ફિલ્મનું ટીઝર રિલીઝ થયું હતું ત્યારથી લોકો ફિલ્મની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. ત્યારે ફિલ્મનું પ્રથમ રોમેન્ટિક ટ્રેક નજર લગ જાયેગી રિલીઝ થયું છે જેમાં  અજય અલગ લૂકમાં જોવા મળ્યા છે. આ ગીતને જાવેદ અલીએ ગાયું છે જ્યારે ઈર્શાદ કામિલે આ સોન્ગના લખ્યું છે. જ્યારે આ ગીતને રવિ બસરૂરે કંપોઝ કર્યું છે.    




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે