ચોમાસાને લઈ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ?


  • Published By :
  • Published Date : 2023-06-19 17:15:18

બિપોરજોય વાવાઝોડાને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો તો ક્યાંક ઝરમર વરસાદ વરસ્યો હતો. વાવાઝોડાને કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો હતો. ગુજરાતમાંથી પસાર થઈ વાવાઝોડું રાજસ્થાન તરફ આગળ વધ્યું છે. રાજસ્થાનમાં વાવાઝોડાને કારણે ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેની માહિતી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી હતી.     


વરસાદને લઈ હવામાન વિભાગે કરી આગાહી!

ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈ હજી વાર છે. કેરળ સુધી ચોમસું પહોંચ્યું છે. ત્યારે વાવાઝોડાને કારણે રાજ્યના તાપમાનમાં ફેરફાર નોંધાયો હતો. ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થયો હતો. સમગ્ર રાજ્યને મેઘરાજાએ ધમરોળ્યું હતું. ત્યારે આગામી પાંચ દિવસ રાજ્યનું વાતાવરણ કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યમાં કોઈ સિસ્ટમ સક્રીય ન હોવાથી આગામી પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં હળવો વરસાદ વરસી શકે છે. ભેજ વાળું વાતાવરણ રહેશે જેને કારણે છૂટો છવાયો વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. 


ચોમાસાને લઈ અંબાલાલ પટેલે કહી આ વાત!

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તેમજ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. ડાંગ, સુરત તેમજ વડોદરા માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે સિવાય સામાન્ય વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. પવન ફૂંકાવવાને કારણે ગરમીથી આંશિક રાહત મળી શકે છે. તે સિવાય હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈ આગાહી કરી છે.  તેમના અનુમાન અનુસાર 26 તેમજ 27જૂનના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ વરસી શકે છે. 30 જૂનથી 4 જુલાઈ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.  



બિપોરજોયને કારણે નદીઓમાં થઈ પાણીની આવક!

મહત્વનું છે કે બિપોરજોય વાવાઝોડાને કારણે અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠામાં વરસાદને કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે. છેલ્લા અમુક કલાકોમાં વરસેલા વરસાદની વાત કરીએ તો દાંતામાં સૌથી વધુ વરસાદ વરસ્યો હતો. અમીરગઢમાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. તે સિવાય સાબરકાંઠામાં પણ વરસાદ વરસ્યો હતો. મહત્વનું છે કે વાવાઝોડાને કારણે નદીઓમાં પાણીની આવક થઈ છે. અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. પાણી આવતા ખેડૂતોમાં શ્વાસ આવ્યો છે.     


ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે