Gujarat Loksabha Electionને લઈ સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, મતદાનના દિવસે રહેશે જાહેર રજા, બહાર પડાયો પરિપત્ર


  • Published By :
  • Published Date : 2024-04-08 18:04:50

ચૂંટણીને આપણે લોકશાહીનો પર્વ માનીએ છીએ. દર પાંચ વર્ષે આ તહેરવારની ઉજવણી કરવામાં આવે છે. આ વખતે લોકસભા ચૂંટણી માટે મતદાતા મતદાન કરવાના છે. મતદાન કરવું આપણો હક છે અને આપણી જવાબદારી છે. સારા પ્રમાણમાં વોટિંગ થાય તે માટે અનેક કેમ્પેઈનની શરૂઆત કરવામાં આવતી હોય છે. મતદાતાઓને જાગૃત કરવા માટે અલગ અલગ રસ્તાઓ અપનાવવામાં આવતા હોય છે ત્યારે સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં 7 મેના રોજ એટલે કે જે દિવસે મતદાન થવાનું છે તે દિવસે જાહેર રજા રાખવામાં આવશે તેવી જાણ કરવામાં આવી છે. સામાન્ય વહિવટ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

Article Content Image

પ્રથમ તબક્કા માટે 19 એપ્રિલે થશે મતદાન  

લોકસભા ચૂંટણી ક્યારે થશે તેની રાહ સૌ કોઈ જોઈ રહ્યા હતા. ચૂંટણીની તારીખોને લઈ મતદાતાઓમાં અનેરો ઉત્સાહ હતો. ત્યારે થોડા સમય પહેલા ચૂંટણીની તારીખ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી જે મુજબ અનેક તબક્કામાં ચૂંટણીનું આયોજન થવાનું છે. 19 એપ્રિલના રોજ પ્રથમ ચરણનું મતદાન થવાનું છે જ્યારે ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત ચૂંટણી માટે મતદાન થવાનું છે. ગુજરાતમાં 7 મેના રોજ મતદાન થવાનું છે ત્યારે ગુજરાતમાં મતદાનના દિવસે જાહેર રજા જાહેર કરી છે. સારા પ્રમાણે મતદાન થાય તે માટે અનેક પ્રયત્નો કરવામાં આવે છે, મતદાતાને જાગૃત કરવા માટે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.



ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો માટે થવાની છે પેટા ચૂંટણી     

મહત્વનું છે કે લોકસભા ચૂંટણીની સાથે સાથે ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી યોજાવાની છે. પાંચ વિધાનસભા બેઠકો જ્યાં પેટા ચૂંટણી થવાની છે તેમાં વિજાપુર, ખંભાત, વાઘોડિયા, માણાવદર, અને પોરબંદર વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. આ ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. પદ  પરથી રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે. મહત્વનું છે કે વિસાવદર વિધાનસભા બેઠક માટે પણ પેટાચૂંટણી યોજાવાની હતી પરંતુ કેસ ચાલતો હોવાને કારણે આ બેઠક પર ચૂંટણી નથી થવાની. ત્યારે 7મેના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન થશે જ્યારે પાંચ બેઠકો પર પેટા ચૂંટણી માટે મતદાન થવાનું છે. ત્યારે આ દિવસે ચૂંટણીને લઈ રજા આપવામાં આવી છે તો આપણે આ દિવસે સારા પ્રમાણમાં મતદાન કરી પોતાની જવાબદારી નિભાવીએ તેવી આશા....  




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે