મહારાષ્ટ્રના રાજ્યપાલે શિવાજી મહારાજને લઈ આપ્યું વિવાદીત નિવેદન


  • Published By :
  • Published Date : 2022-11-20 11:40:27

શનિવારે એક કાર્યક્રમ દરમિયાન મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ એક વિવાદીત નિવેદન આપ્યું છે. મહારાષ્ટ્રમાં શિવાજી મહારાજને વંદનીય અને પૂજનીય માનવામાં આવે છે. ત્યારે રાજ્યપાલ કોશ્યારીએ શિવાજી મહારાજ અંગે ટિપ્પણી કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજ જૂના યુગના આદર્શ હતા.

  

શિવાજી મહારાજ જૂના યુગના આદર્શ હતા - રાજ્યપાલ કોશ્યારી

પોતાના નિવેદનમાં રાજ્યપાલે કહ્યું કે જ્યારે તેઓ સ્કુલમાં ભણતા હતા તે સમયે જો કોઈ  અમારા આદર્શ વિશે પૂછતા તો અમે જવાહરલાલ નહેરુ, સુભાષ ચંદ્ર બોઝ. અથવા તો મહાત્મા ગાંધીને પસંદ કરતા અને તેમના નામ જણાવતા. પરંતુ આજકાલની જનરેશનને દુર જવાની જરૂર નથી. મહારાષ્ટ્રમાંથી જ અનેક પસંદગીગા નેતાઓ મળી રહેશે. શિવાજી જૂના જમાનાના આદર્શ હતા નવા યુગમાં ડો.આંબેડકરથી નીતિન ગડકરી સુધીના તમામ અહીં જ મળી રહેશે.

 

આમ આદમી પાર્ટીએ રાજ્યપાલના રાજીનામાની માગ કરી 

ઔરંગાબાદના બાબા સાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટિમાં આયોજીત પદવીદાન સમારોહમાં રાજ્યપાલે આ નિવેદન આપ્યું હતું. આ પદવીદાન સમારોહમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને શરદ પવારને માનદ ઉપાધીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્યપાલના આ નિવેદનને કારણે મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીએ રાજ્યપાલના રાજીનામાની માગ કરી છે.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે