બારડોલી કન્યા શાળામાં જોવા મળી અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા! વિદ્યાર્થીની બીમાર પડતા બોલાવાયા તાંત્રિક બાબાને!


  • Published By :
  • Published Date : 2023-03-03 15:14:45

એક તરફ આપણો દેશ વિજ્ઞાન ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે તો બીજી તરફ એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપવામાં આવતું હોય છે. સુરત જિલ્લાના બોરડોલીથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં દર્દીને હોસ્પિટલ લઈ જવાની બદલીમાં ભૂવાને બોલાવામાં આવે છે. બારડોલીમાં આવેલી કન્યા છાત્રાલયમાં આ ઘટના બની છે જેમાં વિદ્યાર્થીનીની રાત્રે તબિયત બગડતા આચાર્યે ડોક્ટરને બોલાવવાની જગ્યાએ તાંત્રિક બાબાને બોલાવ્યો હતો. વિદ્યાર્થીનીના હાથમાં દોરો બાંધવામાં આવ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે ગૃહમાતાએ તમામ વિદ્યાર્થીનીઓના હાથમાં પણ દોરો બંધાવી દીધો હતો.  


બીમાર પડતા ડોક્ટરની જગ્યાએ બોલાવાયા તાંત્રિક બાબાને      

અંધશ્રદ્ધાનો ભોગ અનેક લોકો બનતા હોય છે. ત્યારે બારડોલીથી અંધશ્રદ્ધાનો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં વિદ્યાર્થીની બીમાર પડી તો તેને ડોક્ટરની પાસે લઈ જવાની બદલીમાં તાંત્રિક બાબા પાસે લઈ જવામાં આવી. બારડોલીના મઢી ગામમાં આવેલી એક આશ્રમશાળામાં વિદ્યાર્થીનીની અચાનક રાત્રે તબિયત બગડી હતી. સારવાર કરાવાને બદલે ગૃહમાતાએ તાંત્રિક બાબાને બોલાવ્યા અને પીંછી નંખાવી દીધી. ચોંકાવનારી વાત તો એ છે કે ન માત્ર બીમાર પડેલી વિદ્યાર્થીનીને દોરો બંધાવ્યો પરંતુ અન્ય કોઈ વિદ્યાર્થીની બીમાર ન પડે તે માટે તેમને પણ દોરો પહેરાવી દેવામાં આવ્યો. આ આશ્રમશાળામાં 140 જેટલી વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે.          


ભૂતનો પડછાયો છે તેમ કહી ભૂવાએ કરી વિધિ  

આશ્રમશાળામાં આવેલા બાબાએ કહ્યું કે આ વિદ્યાર્થીની પર ભૂતનો પડછાયો છે. જેથી તેની પીંછીં નાંખીને વિધિ કરવી પડશે. જે બાદ વિદ્યાર્થીની પર વિધિ કરવામાં આવી હતી. સાથે જ આશ્રમ શાળામાં રહેતી અન્ય વિદ્યાર્થીનીઓ પર પણ પીંછી નાંખવામાં  આવી ઉપરાંત દોરો પણ બાંધવામાં આવ્યો હતો. ત્યારે પ્રશ્નએ થાય કે ક્યાં સુધી અંધશ્રદ્ધાને નામે આવી વિધિઓ થતી રહેશે. ક્યાં સુધી ડોક્ટરોને કન્સલ્ટ કરવાની જગ્યાએ બાબા પાસે જવામાં આવશે.   




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે