હકુભા જાડેજા સામે જૂના કેસમાં હાઈકોર્ટ કાર્યવાહી કરશે


  • Published By :
  • Published Date : 2022-11-09 20:26:28

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી છે તેવું અત્યાર સુધી લાગી નહોતું રહ્યું પણ ભાજપની યાદી જાહેર થવાના સમાચાર સાથે જ બે દિવસથી સતત રાજકીય સમાચારોના બોમ્બ ફૂટી રહ્યા છે. એક બાદ એક સમાચારો વચ્ચે જામનગર ઉત્તર માટે હકુભા જાડેજાનું પત્તુ કપાઈ શકે છે કારણ કે વર્ષ 2007ની જૂની મારામારીના કેસમાં તેમની સામે હાઈકોર્ટમાં પ્રોસિક્યૂશનનો કેસ ચાલશે. 


હકુભાનું પત્તું કપાઈ શકે તેવી શક્યતાઓ

ગુજરાત હાઈકોર્ટે 2007ના ફોજદારી કેસમાં કાર્યવાહી પાછી ખેંચી લેવા માટે ઈન્કાર કર્યો છે. વર્ષ 2007માં હકુભા જાડેજાએ ખાનગી કંપનીના અધિકારી સાથે સશસ્ત્ર ઝપાઝપીમાં અને ગેરકાયદેસર રીતે હથિયાર રાખવા બદલનો કેસ ચલાવવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટના આદેશના કારણે હવે હકુભા જાડેજા સામે કાર્યવાહી કરવામાં આવશે. 


થોડા દિવસો પહેલા રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ કોર્પોરેટ અફેર્સ ડાયરેક્ટર પરિમલ નથવાણીએ જામનગર મતવિસ્તાર માટે ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા કોઈપણ ઉમેદવારને ટિકિટ નકારવાની ટ્વિટ પણ કરી હતી. જો કે હવે જામનગર ઉત્તરમાં હકુભાનું પત્તું કપાઈ શકે તેવી શક્યતાઓ છે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે