દેશમાં ઘટતું કોરોનાનું સંક્રમણ! છેલ્લા 24 કલાકમાં 7 હજાર જેટલા લોકો થયા કોરોનાથી સંક્રમિત


  • Published By :
  • Published Date : 2023-04-24 14:15:47

દેશમાં કોરોના સંક્રમણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 7178 કેસ સામે આવ્યા છે. આંશિક ઘટાડો જોવા મળ્યો છે. રવિવારે કોરોનાના 10 હજાર જેટલા કેસ સામે આવ્યા છે. સરખામણીમાં કોરોના કેસ ઓછા નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 16 જેટલા લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાને કારણે 5 લાખ 31 હજાર 300 જેટલા લોકોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા 65,683 પર પહોંચી ગઈ છે. 


છેલ્લા 24 કલાકમાં નોંધાયા 7 હજારથી વધુ  કેસ   

કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યા છે. કોઈ વખત 12 હજાર જેટલા કેસ સામે આવે છે તો કોઈ વખત 10 હજારને આસપાસ કેસ નોંધાય છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. 7178 લોકો કોરોના સંક્રમિત થઈ ગયા છે. કોરોનાને કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 16 જેટલા લોકોના મોત કોરોનાને કારણે થયા છે. શનિવારે કોરોનાના 10 હજાર કેસ નોંધાયા હતા જ્યારે 29 જેટલા લોકોના મોત થયા હતા. કોરોના સંક્રમણને કારણે કેન્દ્ર સરકારની ચિંતા વધી છે. 17 એપ્રિલે કોરોનાના  7633 કેસ નોંધાયા હતા.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે