વિધાનસભામાં ઉઠ્યો જ્ઞાનસહાયકનો મુદ્દો, પોસ્ટરો લઈ કોંગ્રેસના ધારાસભ્યોએ કર્યો અનેક યોજનાનો વિરોધ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-16 15:12:59

ગુજરાત વિધાનસભામાં હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. વિધાનસભામાં અનેક મુદ્દાઓને લઈ ચર્ચા કરવામાં આવતી હોય છે. અનેક બિલ રજૂ કરવામાં આવતા હોય છે. સત્રમાં કોંગ્રેસ વાળા અનેક મુદ્દાઓ ઉઠાવવામાં આવતા હોય છે. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. બેનરો સાથે કોંગ્રેસના ધારાસભ્યો વિરોધ કરતા અનેક વખત દેખાયા છે. ત્યારે આજે ફરી એક વખત કોંગ્રેસના ધારાસભ્યોએ બેનરો સાથે સરકારની અનેક યોજનાનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ ટેટ-ટાટના ઉમેદવારોનો મુદ્દો ઉઠાવ્યો હતો. કરાર આધારિત ભરતીને નાબુદ કરવામાં આવે તે માટે તેનો મુદ્દો કોંગ્રેસના ધારસભ્યો દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. જ્ઞાન સહાયક ઉપરાંત  કોમન યુનિવર્સિટી એક્ટને લઈને પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.

 


કોંગ્રેસના ધારાસભ્યોએ ઉઠાવ્યા છે અલગ અલગ મુદ્દા

ગુજરાતમાં ભાવિ શિક્ષકો એટલે કે ટેટ-ટાટના ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહી છે. કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ છે. સરકાર સુધી તેમનો અવાજ પહોંચે તે માટે ઉમેદવારો ઘણો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે ઉમેદવારોના સમર્થનમાં કોંગ્રેસના ધારાસભ્યો આવ્યા છે. ચોમાસા સત્ર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા અલગ અલગ મુદ્દાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે. અદાણીનો મુદ્દો ઉઠાવ્યો છે, જમીન કૌભાંડનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. ત્યારે આજે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા જ્ઞાનસહાયકનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. બનેરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે