ચુંટણીમાં ફરી હિન્દુ મુસ્લિમના મુદ્દાની એન્ટ્રી થઈ ચૂકી છે ???


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-19 19:23:52

ચુંટણીમાં ફરી હિન્દુ મુસ્લિમના મુદ્દાની એન્ટ્રી થઈ ચૂકી છે કચ્છમાં ભાજપના નેતા ચૂંટણી પ્રચારમાં ભાન ભુલ્યા હતા અન તેમણે દિલ્હીના શ્રદ્ધા મર્ડર કેસને હિન્દુ મુલ્સિમ ફ્લેવર આપીને ગુજરાતમાં પરીસી દીધી હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન જ્યાં શિક્ષણ, સુવિધા, સ્વાસ્થ્ય સહિતના મુદ્દાઓ પર લોકોના પ્રશ્નો હલ થયા છે કે કેમ તેના પર પ્રચાર કરતા કરતા અચાનક ભાજપના આ નેતાએ મુદ્દો કાંઈક બીજો જ બનાવી દીધો હતો. આવો જાણીએ આસામના મુખ્યમંત્રી એવા હિમંત બિસ્વાએ ગુજરાતમાં શું બફાટ કર્યો છે. તેમણે કહ્યું કે જો મજબૂત નેતા નહીં હોય તો દરેક શહેરમાં આફતાબ પેદા થશે અને આપણે આપણા સમાજનું રક્ષણ કરી શકીશું નહીં.


હેમંત બિસ્વાનું નિવેદન 

હિમંત બિસ્વા આસામના મુખ્યમંત્રી હોવા ઉપરાંત હાલ ગુજરાતમાં સ્ટાર પ્રચારક તરીકે પ્રચાર પ્રસાર માટે આવ્યા છે. તેઓ ગુજરાતના કચ્છમાં ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોને સંબોધી રહ્યા હતા. દરમિયાન તેમણે એક તબક્કે વાત કરી અને કહ્યું કે, આફતાબે શ્રદ્ધાબહેનને મુંબઈથી દિલ્હી લાવ્યો અને લવ જેહાદના નામે તેના 35 ટુકડા કરી દીધા. પછી તે ટુકડા ક્યાં રાખ્યા ફ્રીજમાં રાખ્યા. શ્રદ્ધાની લાશના ટુકડા ફ્રીજમાં હતા ત્યારે તે પાછો બીજી યુવતીને ઘરે લાવતો અને ડેટિંગ શરૂ કર્યું હતું. જો દેશ શક્તિશાળી નેતા પાસે ન હોય, જે દેશને પોતાની માતા માને છે, તો આવા આફતાબ દરેક શહેરોમાં પેદા થશે અને આપણે આપણા સમાજની સુરક્ષા કરી શકીશું નહીં. એટલે 2024માં ત્રીજી વખત નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવામાં આવે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે