પંજાબના સરહાલી પોલીસ સ્ટેશન પર થયેલા હુમલાની જવાબદારી ખાલિસ્તાનની સંગઠને લીધી


  • Published By :
  • Published Date : 2022-12-10 12:28:55

પંજાબમાં આતંકી હુમલો થયો હોવાની જાણકારી મળી છે. મળતી માહિતી અનુસાર શુક્રવારની મધરાત્રીએ તરનતારનના સરહાલી પોલીસ સ્ટેશન પર રોકેટ લોન્ચર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલાને કારણે બિલ્ડીંગના કાચ તૂટી ગયા હતા. ઘટનાને પગલે પોલીસે તપાસ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે મળતી માહિતી મુજબ ખાલિસ્તાની સંગઠનને આ હુમલાની જવાબદારી લીધી છે.

હુમલાની જવાબદારી ખાલિસ્તાની સંગઠને લીધી છે

પોલીસ સ્ટેશન પર રોકેટ લોન્ચર દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે જેમાં મોટુ નુકસાન થયાના સમાચાર નથી આવ્યા. આ હુમલાને કારણે કાચ તૂટી ગયા હતા. આ હુમલાને આરપીજી અટેક માનવામાં આવામાં આવી રહ્યો છે. આ ઘટનાને પગલે પોલીસે સમગ્ર વિસ્તારે સીલ કરી દીધો છે.  એવું પણ માનવામાં આવી રહ્યું છે કે જો આ આતંકી હુમલો સીધો નથી થયો. આતંકી હુમલો સીધો નથી થયો જેને કારણે નુકસાન ઓછું થયું છે. આ આતંકી હુમલાની જવાબદારી ખાલિસ્તાની સંગઠન સીખ ફોર જસ્ટિસે લીધી છે.   




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે