વરસાદને લઈ હવામાન વિભાગે કરી આગાહી, જાણો ક્યારે અને ક્યાં વરસી શકે છે વરસાદ ?


  • Published By :
  • Published Date : 2023-07-03 12:20:06

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક જગ્યાઓ પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થયું છે. ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ચોમાસાનું જોર ઘટશે પરંતુ વરસાદી વાતાવરણ તો યથવાત જોવા મળી શકે છે. આગામી પાંચ દિવસો માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો આજે એટલે કે ત્રીજી તારીખે ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, દાદરા નગર હવેલી, મહીસાગર, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી શકે છે. 


આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ 

તે ઉપરાંત ચાર જુલાઈના રોદ આણંદ, પંચમહાલ, મહિસાગર, દીવ, ખેડા, અરવલ્લી,દમણ સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પાંચ જુલાઈના રોજ મહીસાગર,રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઝ, ગીર સોમનાથ, બોટાદ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  6 જુલાઈ માટે કરવામાં આવેલી આગાહી પ્રમાણે ભાવનગર, દ્વારકા, બોટાદ, જુનાગઢ, ખેડા, દાદરા નગર હવેલી સહિતના વિસ્તારો માટે કરવામાં આવી છે. તો સાતમી તારીખના રોજ સૌરાષ્ટ્ર-કચ્છ, દિવ, દમણ, દાદરા નગર હવેલી તેમજ રાજ્યના અનેક વિસ્તારો માટે આગાહી કરવામાં આવી છે.    


અંબાલાલ પટેલે કરી વરસાદને લઈ આગાહી

હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. જે મુજબ વરસાદનો બીજો રાઉન્ડ આવી શકે છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર 7થી 12 જુલાઈની વચ્ચે વરસાદનું જોર વધી શકે છે. જેને લઈ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં વરસાદનું ભારે જોર જોવા મળી શકે છે. તે ઉપરાંત આગામી દિવસો દરમિયાન ભારે પવન ફૂંકાવાની શક્યતા તેમના દ્વારા કરવામાં આવી છે. દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઈ શકે છે જેને કારણે વાતાવરણમાં પલટો આવી શકે છે.  મહત્વનું છે કે ભારે વરસાદને કારણે અનેક ડેમોમાં પાણીની આવક થઈ છે. ડેમોના દરવાજા ખોલવામાં આવ્યા છે. ત્યારે નીરની આવક થવાને કારણે ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે