ફિલ્મ 'સેલ્ફી'નું મોશન પોસ્ટર થયું રિલીઝ, આ તારીખે રિલીઝ થશે અક્ષય કુમારની ફિલ્મ


  • Published By :
  • Published Date : 2023-01-15 14:40:48

આવનાર સમયમાં અક્ષયકુમારની ફિલ્મ સેલ્ફી રિલીઝ થવા જઈ રહી છે. મોટા પડદા પર ધમાલ મચાવા અક્ષય કુમારની ફિલ્મ આવી રહી છે. રવિવારે ફિલ્મના મેકર્સે મુવીનું મોશન પોસ્ટર રિલીઝ કરી દીધું છે. સાથે સાથે ફિલ્મ રિલીઝ ડેટનું એલાન પણ કરી દેવામાં આવ્યું છે. 24 ફેબ્રુઆરીના રોજ આ ફિલ્મ રિલીઝ થશે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે ઈમરાન હાસમી પણ જોવા મળશે.

 


અક્ષય કુમારની સાથે જોવા મળશે ઈમરાન હાશમી 

રવિવાર 15 જાન્યુઆરીના દિવસે અક્ષયકુમારે પોતાની આગામી ફિલ્મ સેલ્ફીનું મોશન પોસ્ટર રિલીઝ કરી દીધું છે. પોતાની આગામી ફિલ્મને લઈ અક્ષયકુમાર ખુબ ઉત્સાહિત છે. મોશન પોસ્ટર રિલીઝ કરવાની સાથે સાથે તેમને ફિલ્મની રિલીઝ ડેટ પણ આપી દીધી હતી. આ ફિલ્મમાં અક્ષયકુમાર સિવાય બોલિવુડના અનેક કલાકારો જોવા મળશે. ફિલ્મમાં ઈમરાન હાશમી, નુસરત ભરૂચા સહિતના કલાકારો ફિલ્મમાં ભાગ ભજવી રહ્યા છે. 


24 ફેબ્રુઆરીના રોજ ફિલ્મ થશે રિલીઝ 

ફિલ્મમાં ઈમરાન હાશમી પોલીસની ભૂમિકા ભજવતા દેખાઈ રહ્યા છે. મોશન પોસ્ટરમાં અક્ષય કુમાર અને ઈમરાન હાશમી એકબીજા સાથે ટકરાતા નજરે પડે છે. પોસ્ટર મોશન રિલીઝ કરતી વખતે અક્ષય કુમારે લખ્યું કે ફેન જ સ્ટાર બનાવે છે અને ફેન જ સ્ટારને તોડે છે. જુઓ શું થાય જ્યારે ફેન પોતાના આઈડલની વિરૂદ્ધ જાય ત્યારે. સાથે સાથે ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત પણ કરી દીધી છે. 24 ફેબ્રુઆરીના રોજ આ ફિલ્મ રિલીઝ થવાની છે.  




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે