અમદાવાદ શહેરનું નહીં બદલાય નામ! ભાજપના સાંસદે કહ્યું જો નામ કર્ણાવતી થશે તો અમદાવાદ શહેરનો જતો રહેશે આ દરજ્જો! જાણો વિગતો


  • Published By :
  • Published Date : 2023-06-08 10:21:38

અમદાવાદનું નામકરણ કરવાનો મુદ્દો અનેક વખત ઉઠ્યો છે. ભાજપની સરકાર દ્વારા અમદાવાદનું નામ કર્ણાવતી રાખવામાં આવે તેવી માગ વારંવાર ઉઠાવવામાં આવી હતી. નામકરણને લઈ અનેક વાતો કરવામાં આવી હતી પરંતુ હવે તે ચર્ચા, તે મુદ્દાનો અંત આવ્યો હોચ તેવું લાગી રહ્યું છે. આ વાત ભાજપના સાંસદ હસમુખ પટેલના નિવેદન પર પણથી જાણી શકાય છે. હસમુખ પટેલે જણાવ્યું કે અમદાવાદનું નામ કર્ણાવતી થાય તેમ નથી. જો અમદાવાદનું નામ બદલવામાં આવશે તો તે વર્લ્ડ હેરિટેજ સિટી તરીકેનો દરજ્જો ગુમાવી દેશે.       


હવે નહીં ઉઠે અમદાવાદનું નામ બદલવાનો મુદ્દો!

ભાજપ સરકાર દ્વારા અનેક શહેરોના નામ બદલવામાં  આવ્યા છે. તાજેતરમાં જ મહારાષ્ટ્રના અહમદનગરનું નામ બદલી શિંદે સરકારે અહિલ્યાનગર રાખવાની જાહેરાત કરી હતી. તે સિવાય શિવરાજ સિંહ ચૌહાણ સરકારે હોશાંગાબાદનું નામ બદલી નર્મદપુરમ કરી દીધું. તે પહેલા યોગી આદિત્યનાથે અલાહબાદનું નામ બદલ્યું હતું. અલાહબાદને આજે પ્રયાગરાજ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં આવેલું અમદાવાદ શહેરનું નામ પણ બદલવામાં આવે તેવી માગ ઘણા વર્ષોથી સત્તા પર રહેલી ભાજપ સરકાર દ્વારા ઉઠાવવામાં  આવતી હતી. પરંતુ આ વાતનો અંત આવી ગયો હોત તેવું લાગી રહ્યું છે. 


ભાજપના સાંસદે કહ્યું અમદાવાદનું નામ કર્ણાવતી થશે તો....

ભાજપના સાંસદ હસમુખ પટેલે આ અંગે જાણકારી આપતા કહ્યું કે અમદાવાદનું નામ કર્ણાવતી થાય તેમ નથી. જો અમદાવાદનું નામ બદલવામાં આવશે તો વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે મળેલો દરજ્જો ગુમાવી દેવાશે.યુનેસ્કો દ્વારા જે ડોઝિયર મોકલવામાં આવ્યું છે તેમાં અમદાવાદ લખવામાં આવ્યું છે. ક્યાંય પણ કર્ણાવતી નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જો શહેરનું નામ બદલવામાં આવશે તો અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો ગુમાવી દેશે. મહત્વનું છે ઘણા વર્ષો પહેલા અમદાવાદને આ દરજ્જો મળ્યો છે. ત્યારે સાંસદના આ નિવેદન પરથી એવું લાગે છે કે અમદાવાદનું નામ બદલાવો મુદ્દો હવે નહીં ઉઠે.       



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે