કડકડતી ઠંડી વચ્ચે થશે નવા વર્ષનું સ્વાગત, ઠંડીને લઈ હવામાન વિભાગે કરી આગાહી


  • Published By :
  • Published Date : 2022-12-31 16:24:41

દેશના અનેક રાજ્યોમાં શિયાળાની કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. અનેક રાજ્યોમાં તાપમાન શૂન્ય પર પહોંચી ગયું છે તો અનેક સ્થળો પર તાપમાન ગગડવાને કારણે ઠંડીનો ચમકારો મહેસૂસ થઈ રહ્યો છે. દિલ્હી સહિત ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે. તાપમાન સતત ગગડી રહ્યું છે. ત્યારે આવનાર દિવસોમાં દિલ્હીનું તાપમાન હજી પણ ઘટી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 


આવનાર દિવસોમાં ગગડશે તાપમાનનો પારો 

આજે 2022નો અંતિમ દિવસ છે. આવતી કાલથી 2023નો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે દિલ્હીવાસીઓ નવા વર્ષનો આરંભ કડકડતી ઠંડી સાથે કરશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વર્ષના આવનાર દિવસો ઠંડીમાં વિતાવવા પડશે. તાપમાનનો પારો ગગડવાને કારણે ઠંડીનો અહેસાસ થવાનો છે. બીજા અનેક રાજ્યોમાં પણ આની અસર જોવા મળી શકે છે. 


દિલ્હીમાં વધશે ઠંડીનું પ્રમાણ 

દિલ્હીમાંતો તાપમાન ગગડી રહ્યું છે પરંતુ તેને કારણે અનેક રાજ્યોમાં પણ શીત લહેરની અનુભૂતિ થઈ રહી છે. ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં પણ ઠંડીને કારણે એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ઠંડીને કારણે ધુમ્મસનું પ્રમાણ પણ વધી ગયું છે. ઉત્તરાખંડમાં પણ તાપમાનનો પારો ઘટી રહ્યો છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. જેને કારણે ઠંડી હવાઓ વહેવા લાગી છે. આવનાર દિવસોમાં આના કરતા પણ વધારે ઠંડીનો અહેસાસ થશે તેવું હવામાન વિભાગનું માનવું છે.    


જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા

જમ્મુ-કાશ્મીરમાં પણ ભારે હિમવર્ષા થઈ રહી છે. હિમવર્ષા થવાને કારણે મુલાકાતીઓ ઉમટી પડ્યા છે. બરફવર્ષાને કારણે પ્રવાસીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે. ઉપરાંત અનેક રાજ્યોમાં વધતી ઠંડીને કારણે ધુમ્મસનું પ્રમાણ પણ વધી રહ્યું છે. વધતા ધુમ્મસને કારણે વાહનચાલકોને તકલીફ પડી શકે છે.            



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.