આવનાર 48 કલાક ખેડૂતો માટે ભારે! કમોસમી વરસાદની કરાઈ છે આગાહી, આ જગ્યાઓ પર આવશે માવઠું!


  • Published By :
  • Published Date : 2023-04-05 09:45:19

રાજ્યમાં ઉનાળાના સમયમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં માવઠાને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ફરી એક વખત આવનાર 48 કલાક ખેડૂતો માટે ભારે સાબિત થઈ શકે છે કારણ કે કમોસમી વરસાદની આગાહી રાજ્યના અનેક ભાગો માટે કરવામાં આવી છે. જે મુજબ બુધવારના રોજ બનાસકાંઠા, રાજકોટ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે જ્યારે ગુરૂવારે  ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.


આ જગ્યાએ વરસી શકે છે વરસાદ 

છેલ્લા ઘણા દિવસોથી રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ત્યારે ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાક ખેડૂતોની ચિંતામાં વધારો કરી શકે છે. જો વરસાદની આગાહીની વાત કરીએ તો રાજ્યના ઉત્તર અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં કમોસમી વરસાદ વરસી શકે છે. ભાવનગર, બોટાદ, બનાસકાંઠા, રાજકોટ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે. 


માવઠાએ ખેડૂતોને રડાવ્યા!

કમોસમી વરસાદ થવાને કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે. એમ પણ ખેડૂતોને પોષણસમા ભાવ તો મળતા નથી એમાં પણ માવઠાને કારણે પાકને મોટા પાયે નુકસાન થતું હોય છે. માર્કેટિંગ યાર્ડથી એવા અનેક દ્રશ્યો સામે આવ્યા જે જોઈને આપણે દુખી થઈ જઈએ. મહામહેનતે ઉભો કરેલો પાક પાણીમાં પલળી જાય. કોઈ વખત ખેતરમાં પાણી ભરાવવાને નુકસાન વેઠવાનો વારો આવે છે તો કોઈ વખત માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લા મૂકાયેલા પાક પલળતા જોઈ ખેડૂતોને રડવાનો વારો આવે છે.        




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે