ગણતંત્ર દિવસે લોન્ચ કરવામાં આવી નોઝલ વેક્સિન,iNCOVACC થઈ લોન્ચ


  • Published By :
  • Published Date : 2023-01-26 17:54:00

દુનિયાભરમાં કોરોનાનો કહેર પાછો જોવા મળી રહ્યો છે. અનેક દેશોમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ચીન સહિત અનેક દેશોમાં હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે ભારતમાં કોરોના કેસ ન વધે તે પહેલા સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યું છે. ગણતંત્ર દિવસના અવસર પર કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ નાકથી આપવામાં આવતી દેશની પ્રથમ કોરોના વેક્સિનને લોન્ચ કરવામાં આવી છે. આ વેક્સિનને INCOVACC નામ આપવામાં આવ્યું  છે.


કોરોના કેસ વધતા વેક્સિન લેવા પહોંચ્યા લોકો 

કોરોના સંક્રમણને કારણે અનેક લોકો સંક્રમિત થઈ રહ્યા છે. અનેક લોકોના મોત પણ  થયા છે. દુનિયાના અનેક દેશોમાં કોરોનાનો કહેર પાછો જોવા મળી રહ્યો છે. ભારતમાં કોરોના કેસમાં ઉછાળો નથી નોંધાયો. કોરોના સંક્રમણ કાબુમાં હોય તેવું લાગી રહ્યું છે ત્યારે કોરોના કેસ ન વધે તે માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. કોરોના કેસ વધતા લોકો કોરોના વેક્સિન લેવા પહોંચી રહ્યા છે. 


નાકથી લેવાતી વેક્સિન કરાઈ લોન્ચ 

હજી સુધી વેક્સિન ઈંજેક્શનના માધ્યમથી આપવામાં આવતી હતી. કોરોના વેક્સિનના બે દોઝ તો આપવામાં આવતા પરંતુ બુસ્ટર ડોઝ પણ આપવામાં આવે છે. કોરોના સંક્રમણ વધતા લોકો કોરોના વેક્સિન લેવા પહોંચી ગયા છે. ત્યારે ભારત સરકારે નાકથી લેવામાં આવતી વેક્સિનને લોન્ચ કરી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ વેક્સિનને લોન્ચ કરી છે. આ વેક્સિન ભારત બાયોટેક દ્વારા બનાવામાં આવી છે.  




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે