દિવાળી સમયે થતા અકસ્માતને ધ્યાનમાં રાખી વધારાઈ એમ્બ્યુલન્સની સેવા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 16:19:35

દિવાળીના તહેવાર દરમિયાન અનેક અકસ્માત તેમજ આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. ઉપરાંત ફટાકડા ફોડવાને કારણે અનેક લોકો દાઝી પણ જતા હોય છે. જેને ધ્યાનમાં લઈ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સની સંખ્યમાં વધારો કરવામાં આવ્યો છે. લોકોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. તહેવારને ધ્યાનમાં રાખી 3 દિવસ એટલે કે દિવાળી, બેસતુ વર્ષ તેમજ ભાઈ બીજના દિવસ દરમિયાન 50 એમ્બ્યુલન્સ વધારવામાં આવી છે. 

108 Ambulance : 108 Ambulance News in Gujarati | Latest 108 Ambulance  Samachar - News18 Gujarati

દિવાળીના સમયે ઈમરજન્સી કોલમાં થાય છે વધારો

દિવાળીના સમયે ફટાકડા ફોડાવામાં આવતા હોય છે. જેને કારણે આગ લાગવાની ઘટનામાં વધારો થતો હોય છે. દિવાળી દરમિયાન આગ અને અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થતો હોય છે. મળતી માહિતી મુજબ ગયા વર્ષે દિવાળીના દિવસે 4138, બેસતા વર્ષના દિવસે 4740 તેમજ ભાઈબીજના દિવસે 4600 જેટલા કોલ આવ્યા હતા. ત્યારે આ વર્ષે ઈમરજન્સી કોલની સંખ્યામાં વધારો થઈ શકે છે. શિફ્ટ મુજબ કોલ સેન્ટર પર 250 જેટલા કર્મચારીઓ કામ કરશે. તમામ ફોન કોલનો જવાબ આપી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે