દેશમાં સતત વધી રહ્યો છે કોરોના સંક્રમિતોનો આંકડો, જાણો કેટલા લોકો થયા કોરોના સંક્રમિત


  • Published By :
  • Published Date : 2023-03-25 14:03:18

દેશમાં ફરી એક વખત કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. દૈનિક કેસોમાં સતત વધારો થયો છે જેને કારણે ચિંતામાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1590 કેસ નોંધાયા છે. જ્યારે 6 લોકોના મોત થયા છે. 3 લોકોના મોત મહારાષ્ટ્રમાં થયા છે, એક-એક વ્યક્તિના મોત કર્ણાટક, રાજસ્થાન અને ઉત્તરાખંડમાં નોંધાયા છે.   


પાંચ અઠવાડિયામાં વધ્યા અનેક કોરોનાના કેસ 

146 દિવસોમાં સૌથી વધારે કેસ આ વખતે નોંધાયા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 8601 પર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા પાંચ અઠવાડિયામાં કોરોના સંક્રમણ 9 ટકા જેટલું વધી ગયો છે. જેને કારણે કોરોનાનો ખતરો વધતો જઈ રહ્યો છે. ત્યારે મંત્રાલયે ચાર ટીને ફોલો કરવાની સલાહ આપી છે જેમાં ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ અને ટીકાકરણનો સમાવેશ થાય છે.  


XBB1.16નો વધી રહ્યો છે ખતરો 

દેશમાં ફરી એક વખત કોરોના સંક્રમણ માથું ઉંચકી રહ્યું છે. અનેક લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. એક સમય એવો હતો જ્યારે દૈનિક કેસોમાં ઘટાડો જોવા મળ્યો હતો ત્યારે કોરોનાથી ફરી એક વખત લોકો સંક્રમિત થઈ રહ્યા છે. કોરોના સંક્રમણને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દેશમાં ઓમિક્રોનના XBB1.16 સબ-વેરિયન્ટના વધતા કેસોને કારણે કોરોનાના કેસ વધી રહ્યા છે એવું માનવામાં આવી રહ્યું છે. 


ચાર ટી પર ધ્યાન કેન્દ્રીત કરવા મંત્રાલયની સલાહ!

ત્યારે દેશમાં વધતા કોરોના કેસને લઈ સરકાર એક્ટિવ મોડમાં આવી ગઈ છે. થોડા સમય પહેલા વધતા કોરોના કેસને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠક બોલાવી હતી. તે સિવાય રાજ્યોને પણ એક્ટિવ રહેવા સૂચના આપી દેવામાં આવી છે. ત્યારે સંક્રમણના વધતા ખતરાને જોતા મંત્રાલયે ચાર ટી પર ધ્યાન કેન્દ્રીત કરવા કહ્યું છે જેમાં ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ અને ટીકાકરણનો સમાવેશ થાય છે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે