12 ડિસેમ્બરના રોજ યોજાશે શપથ સમારોહ


  • Published By :
  • Published Date : 2022-12-09 09:04:15

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવી રહ્યું છે. આ વખતે પણ ગુજરાતમાં ભગવો લહેરાયો છે. ભાજપને આ વખતે પ્રચંડ બહુમતી મળી છે. અનેક સ્થળો પર ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મળતી માહિતી અનુસાર ગુજરાત સરકારનો શપથ ગ્રહણ સમારોહ 12 ડિસેમ્બરના રોજ યોજાશે. એવું માનવામાં આવી રહ્યું છે આ શપથ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપી શકે છે. આ શપથ સમારોહ ગાંધીનગર હેલિપેડ ખાતે યોજાશે. 


અનેક દિગ્ગજ નેતાઓએ કર્યો હતો પ્રચાર 

ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાઈ હતી. પ્રથમ તબક્કા માટેનું આયોજન પહેલી ડિસેમ્બરના રોજ યોજાયું હતું જ્યારે બીજા તબક્કાનું મતદાન પાંચમી ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. આ વખતે ભાજપે 2017નો પોતાનો રેકોર્ડ તોડી રહી છે. જ્યારે કોંગ્રેસનું પ્રદર્શન સારુ નથી રહ્યું. આમ આદમી પાર્ટીએ પોતાનું ખાતુ ખોલ્યું છે. 

મોટા પાયે ભાજપ કરશે વિજયનું જશ્ન 

વિધાનસભા બેઠકને જીતવા દરેક પાર્ટીએ તનતોડ મહેનત કરી હતી. ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે આપ માટેનો પ્રચાર કરવા અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માન ગુજરાતમાં આવી પ્રચાર કર્યો હતો. ત્યારે ભાજપ દ્વારા કરવામાં આવેલી મહેનત રંગ લાવી છે. ત્યારે ભાજપ જીતનું જશ્ન મનાવી રહી છે. ત્યારે મોટા પાયે જીતનો ઉત્સવ મનાવામાં આવશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સરકારની શપથ વિધી યોજાવાની છે જેમાં વડાપ્રધાન મોદી પણ ભાગ લઈ શકે છે. ઉપરાંત દિલ્હી ખાતે આજે ભાજપની જીતનું જશ્ન થવાનું છે.       




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે