સરકારના નિર્ણય બાદ OPD સવારે અને સાંજે ખુલ્લી રહેશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 15:38:47

એક તરફ આરોગ્ય કર્મી પોતાની માગ સાથે આંદોલન કરી રહ્યા છે તો બીજી તરફ સામાન્ય લોકોને સ્વાસ્થ સંબંધી મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે સરકારે સારો નિર્ણય લીધો છે. સરકારે સરકારી હોસ્પિટલોમાં OPDના સમયમાં ફેરફાર કર્યો છે. જે અંતર્ગત સવારની સાથે હવે સાંજે પણ ઓપીડી ખુલ્લી રહેશે.



ઓપીડીના સમયમાં કરાયો ફેરફાર 

ગુજરાતમાં સ્વાસ્થય સેવાને સારી બનાવા તેમજ લોકોને મુશ્કેલી ન પડે તે માટે સરકારે એક નિર્ણય કર્યો છે. જે અંતર્ગત સામુહિક આરોગ્ય કેન્દ્ર, સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ, મેડિકલ-ડેન્ટલ કોલેજને સંલગ્ન ચાલતી હોસ્પિટલમાં હવેથી સાંજે પણ ઓપીડી કરવામાં આવશે. ઉપરાંત રવિવારના દિવસે પણ ડોક્ટરો ઓપીડીમાં સેવા આપશે. સોમવારથી રવિવાર સુધી સવારના 9થી બપોરના 1 વાગ્યા સુધી રહેશે જ્યારે સાંજે 4થી 8 વાગ્યા સુધી સોમવારથી રવિવાર સુધી રાખવામાં આવ્યો છે. હવે રવિવારના દિવસે પણ ઓપીડી કરવામાં  આવશે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે