ગુજરાતની જનતા પરિવર્તન માટે છે તૈયાર, બનશે કોંગ્રેસની સરકાર - 8 ડિસેમ્બરને લઈ કોંગ્રેસે કર્યું ટ્વિટ


  • Published By :
  • Published Date : 2022-11-03 22:46:18

ગુજરાતમાં ચૂંટણીને લઈ તારીખ જાહેર કરી દેવામાં આવી છે. 1 અને 5 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં ચૂંટણી યોજાવાની છે. ત્યારે 8 ડિસેમ્બરના રોજ મતગણતરી થવાની છે. કોંગ્રેસ પણ ગુજરાતમાં જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે. કોંગ્રેસે ટ્વિટમાં લખ્યું છે કે ગુજરાતની જનતા પરિવર્તન માટે તૈયાર છે. કોંગ્રેસની સરકાર બનશે.


કોંગ્રેસે પણ જીતવાનો દાવો વ્યક્ત કર્યો

ગુજરાતમાં યોજાનારી ચૂંટણીની મતગણતરી 8 ડિસેમ્બરના રોજ થવાની છે. ગુજરાતમાં પરિવર્તન યાત્રા કરી કોંગ્રેસે પોતાનો પ્રચાર કરી રહી છે. પોતાના પ્રચારમાં કોંગ્રેસે અનેક વખત ભાજપ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસે ટ્વિટર પર લખ્યું કે બનશે જનતાની સરકાર, બનશે કોંગ્રેસની સરકાર. કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી અને ભાજપે 8 ડિસેમ્બરે જીતનો દાવો વ્યક્ત કર્યો છે. ત્યારે હવે 8 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં કોની સરકાર બનશે તે તો મતદાર જ નક્કી કરશે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે