પોલીસે કર્યું અતીક અહેમદના પુત્ર અસદનું એન્કાઉન્ટર


  • Published By :
  • Published Date : 2023-04-13 15:14:47

ઉત્તરપ્રદેશ પોલીસે અતીકના પુત્ર અસદ અહેમદનું અને શૂટર ગુલામ મોહમ્મદનું એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું છે. ઉમેશપાલ હત્યાની ઘટના બન્યા બાદ તેઓ ફરાર હતા. ઝાંસી ખાતે આ એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. એસટીએફએ ઝાંસીમાં એન્કાઉન્ટર કર્યું હતું. આ બંને પર પાંચ લાખનું ઈનામ રાખવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર તેમની પાસેથી વિદેશી હથિયારો મળી આવ્યા હતા.

  

ઝાંસી નજીક બંનેનું કરાયું એન્કાઉન્ટર   

એક તરફ અતીક અહેમદને અમદાવાદથી ઉત્તર પ્રદેશ લઈ જવામાં આવ્યો છે. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અતીકને ઉત્તરપ્રદેશ લઈ જવામાં આવ્યો હતો.  આ બધા વચ્ચે એવા સમાચાર આવ્યા કે અતીક અહેમદના પુત્રનું એન્કાઉન્ટ કરવામાં આવ્યું છે. તેની સાથે શૂટર ગુલામ મોહમ્મદનું પણ એન્કાઉન્ટ કરવામાં આવ્યું છે. 24 ફેબ્રુઆરીએ જ્યારે ઉમેશ પાલની હત્યા થઈ હતી ત્યારથી બંને ફરાર હતા.બંનેની શોધખોળ કરવામાં આવી રહી હતી. એસટીએફ દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન તેમનું લોકેશન ઝાંસી ટ્રેસ થયું હતું.  


એસટીએફની ટીમ દ્વારા કરાયું એન્કાઉન્ટર

જે બાદ ઝાંસીમાં બંનેને ઘેરી લેવામાં આવ્યા હતા. પરંતુ આ દરમિયાન અસદ અને ગુલામ દ્વારા ફાયરિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જે બાદ એસટીએફની ટીમ દ્વારા પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બંનેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું.આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. ઉપરાંત બંને પાસેથી વિદેશમાં બનેલા હથિયારો પણ મળી આવ્યા છે. મહત્વનું છે કે આજે પ્રયાગરાજ કોર્ટમાં અતીકની સુનાવણી છે. અમદાવાદની સાબરમતી જેલથી અતીકને ઉત્તરપ્રદેશ લાવવામાં આવ્યો હતો.      



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે