રસ્તા પર પડતા ખાડા સત્તાધારી પક્ષને નથી દેખાતા? સાંભળો શું કહ્યું ભાજપના પ્રવક્તાએ જ્યારે દેવાંશી જોશીએ પૂછ્યો આ અંગે પ્રશ્ન?


  • Published By :
  • Published Date : 2023-07-11 16:12:15

અમદાવાદના રસ્તાઓ પોતાની ગુણવત્તાને કારણે એમ પણ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. અમદાવાદને સ્માર્ટ સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે પરંતુ દર વખતની જેમ વરસાદે તંત્રની પોલ ખોલી દીધી છે. પહેલા વરસાદમાં પણ અનેક રસ્તાઓ પર ભૂવાઓ તેમજ ખાડાઓ જોવા મળતા હોય છે. રસ્તા પર પડેલા ભૂવાને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. પરંતુ રસ્તા પર પડેલા ખાડા જાણે સત્તાધારી પક્ષને દેખાતા નથી તેવું લાગે છે. આ એટલા માટે કહી રહ્યા છે કારણ કે જ્યારે દેવાંશી જોષીએ ડિબેટમાં રસ્તાને લઈ પ્રશ્ન પૂછ્યો તો તેમણે કહ્યું કે નાના બાળકોના ગાલ જેવા રસ્તા છે.

રસ્તાઓ સ્માર્ટ સિટીના દાવાને ખોટા સાબિત કરે છે

ગુજરાતમાં મેહુલો વરસી રહ્યો છે. અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે રોડ રસ્તાઓનું ધોવાણ થતું હોય છે પરંતુ સામાન્ય વરસાદને કારણે પણ રસ્તાઓનું ધોવાણ થઈ રહ્યું છે. અમદાવાદને સ્માર્ટ સિટી તરીકેનો દરજ્જો તો મળી ગયો પરંતુ અમદવાદના રસ્તાઓ તે દાવાને પોકળ સાબિત કરી દે છે. રસ્તાઓ પર પડેલા ખાડાને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. ભૂવાને કારણે વાહનને તો નુકસાન થાય છે પરંતુ વાહનચાલકોના શરીરને પણ નુકસાન પહોંચે છે.


ભાજપના પ્રવક્તાએ કહ્યું 'નાના બાળકોના ગાલ જેવા રોડ છે'

રસ્તાઓ પર પડેલા ખાડાને કારણે વાહનચાલકો ત્રસ્ત થઈ ગયા છે. અનેક એવા રસ્તાઓ છે જ્યાં પડેલા ખાડામાં ગાડીનો ગરકાવ થઈ જાય છે. નવા રસ્તાઓ પર પણ ભૂવા પડવાનો સિલસિયો જોવા મળે છે. સરકાર ખાડાનો કોઈ ઉકેલ લાવે તેવી માગ વાહનચાલકો કરી રહ્યા છે. લોકોને તો ખાડા દેખાય છે પરંતુ જ્યારે સરકારના પ્રતિનિધિને આ અંગે પૂછવામાં આવે છે ત્યારે તેમને જાણે ખાડા દેખાતા જ ન હોય તેવી વાતો કરે છે. ડિબેટમાં જ્યારે દેવાંશી જોશીએ આ મામલો ભાજપના પ્રતિનિધિને પૂછ્યો ત્યારે શૈલેષ પરમારે કહ્યું કે ભાજપ સરકારે આખા રાજ્યમાં નાના બાળકના ગાલ જેવા રોડ બનાવ્યા છે. ત્યારે રસ્તા પર પડતા ખાડા અને શૈલેષ પરમારના જવાબ પર તમે શું પ્રતિક્રિયા આપશો?   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે