ટામેટા બાદ ડુંગળીના ભાવમાં થશે ભડકો! જાણો ભાવ વધારા પાછળ કયા કારણો હોય છે જવાબદાર?


  • Published By :
  • Published Date : 2023-08-05 12:13:07

છેલ્લા ઘણા સમયથી ટામેટાના ભાવમા વધારો જોવા મળી રહ્યો છે. ટામેટાના ભાવમાં વધારો થવાથી લોકો ટામેટાના ઉપયોગને ટાળી રહ્યા છે. ન માત્ર ટામેટાના પરંતુ અનેક શાકભાજીના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. ટામેટાએ તો લોકોને લાલ આંસુએ રોવડાવ્યા છે પરંતુ આવનાર સમયમાં ડુંગળીના ભાવ પણ તમને રડાવશે તેવું લાગી રહ્યું છે. વર્ષમાં ચોક્કસ સમય આવે જ છે જ્યારે ડુંગળીની અછત થવા લાગે છે અને ડુંગળીના ભાવ સોનાની લગડી જેવા થઈ જાય છે. આવનાર સમયમાં ડુંગળીના ભાવમાં ભડકો થઈ શકે છે તેવું લાગી રહ્યું છે. 



હાલ 30 રુપિયાની આસપાસ મળતી ડુંગળી આવનાર સમયમાં બની શકે છે મોંઘી 

કયા કારણોસર ડુંગળીના ભાવમાં વધારો થઈ શકે છે તેની વાત કરીએ તો ખરીફ પાકનું વાવેતર ઘટ્યું છે. ડુંગળીનું ખરીફ વાવેતર ઘટ્યું છે જેના કારણે આવતા મહિને ડુંગળીના ભાવ વધી જશે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. હાલ બજારમાં ડુંગળીનો સરેરાશ ભાવ 30 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ બોલાય છે. પણ તે મહિના પછી ક્યાંય પહોંચી જશે. આપણે જાણીએ છીએ કે ચોમાસાની સીઝનમાં ક્યાંક અતિભારે વરસાદ તો ક્યાંક દૂષ્કાળ જેવી સ્થિતિને કારણે મોટાભાગની શાકભાજીના ભાવ ઘણા બધા વધી ગયા છે. આવી સ્થિતિમાં ડુંગળીના ભાવ વધતા લોકોને દાઝ્યા પર ડામ જેવી પરિસ્થિતિ સર્જાવાની છે.



આ કારણોસર બજારમાં સર્જાઈ શકે છે ડુંગળીની અછત

બજારમાં ડુંગળીની ચોમાસા પાકની સપ્લાય સપ્ટેમ્બરની જગ્યાએ ઓગસ્ટ મહિનામાં જ ઘટવા લાગે તેવી સંભાવનાઓ છે. અને આ ડુંગળી પોતાનો ભાવ વધારવાની છે. આવું એટલા માટે થયું કારણ કે ઠંડીનો પાક વહેલા પાકી ગયો હતો. પછી ઉનાળા બાદ ચોમાસું આવી ગયું. એટલે થયું એવું કે ડુંગળી ચાર કે પાંચ મહિના જ સારી રહેવાની હતી પછી ડુંગળી બગડી જવાની હતી, ડુંગળી બગડી જવાના ડરથી જેની પાસે ડુંગળીનો જથ્થો હતો તે ખેડૂતો ડુંગળી વેચવા લાગ્યા જેના કારણે આ પરિસ્થિતિ સર્જાવાની છે. ઓગસ્ટ સપ્ટેમ્બર પૂરા થશે પછી ઓક્ટોબરમાં ચોમાસા પાકની આવક શરૂ થવાની છે ત્યાં સુધી ડુંગળીના ભાવ વધારે રહેવાના છે પછી જ ડુંગળીના પુરવઠામાં સુધારો થશે અને ડુંગળીના ભાવ ઘટવા લાગશે. એટલે કે બે મહિના હજુ ડુંગળીના ભાવ વધારે રહેવાના છે. અત્યારની વાત કરીએ તો ડુંગળીનો જથ્થાબંધ ભાવ બે મહિનામાં 400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધી ગયો છે. બે મહિના પહેલા ડુંગળીનો પ્રતિ ક્વિન્ટલ ભાવ ખાલી 950 રૂપિયા હતો. 



ભાવને કંટ્રોલ કરવા માટે સરકાર ડુંગળીના જથ્થાને બહાર લાવશે

હવે થવાનું છે એવું કે જેવો ભાવ વધવાનો છે એટલે ભાવને માપમાં રાખવા માટે સરકાર ડુંગળીને બજારમાં ઉતારશે. પોતાનો સાચવેલો જથ્થો સરકાર આ સમયમાં બજારમાં વેચી દેવાનો છે જેથી બજારમાં ડુંગળીનો ભાવ બહુ વધારે ન વધે. સરકાર પાસે કેટલી ડુંગળી છે તેની વાત કરીએ તો સરકાર પાસે હાલ 25 લાખ ટન ડુંગળી છે. અગાઉના વર્ષથી આ વર્ષે ડુંગળી પાંચ લાખ ટન વધારે છે. હવે ડુંગળીનું થોડું સામાન્ય ગણિત સમજી લઈએ. જો ડુંગળીમાં ઇન્ફ્લેશન રેટ – જે સપ્ટેમ્બર 2021 થી નકારાત્મક હતો, તે જૂન 2023માં વધીને 1.65 ટકાના સ્તરે પહોંચ્યો. ડુંગળીના મોંઘવારી દરમાં વધારો એ તેના બજારમાં ભાવ વધવાના છે અથવા વધ્યા છે તેવું દેખાડે છે. અત્યારે  દેશભરના સરેરાશ ડુંગળીનો ભાવ લગભગ 30 રૂપિયા પ્રતિ કિલોની હશે.



2022-23માં 25 લાખ ટન ડુંગળીની નિકાસ થઈ હતી

વર્ષ 2021ની શરૂઆતથી સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદ્યો નથી. ભારતે વર્ષ 2022-23માં રેકોર્ડ 25 લાખ ટન ડુંગળીની નિકાસ કરી હતી, જે તેની અગાઉના નાણાકીય વર્ષ કરતા 65 ટકા વધારે છે. ભારત વિશ્વમાં ડુંગળીનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે અને દેશના કુલ ઉત્પાદનમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક અને ગુજરાત 70 ટકાથી વધારે યોગદાન આપે છે. એક બીજો પાસો પણ એ છે કે જેમ ટામેટાને કારણે ખેડૂતોને ફાયદો થયો હતો તેમ ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતોને પણ ભાવ વધવાથી, ડિમાન્ડ વધવાથી ફાયદો થઈ શકે છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.