ભારત અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નિહાળશે મેચ, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ભારતના પ્રવાસે


  • Published By :
  • Published Date : 2023-03-08 11:08:11

અમદાવાદ ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 9 માર્ચથી બોર્ડર ગાવસ્કર ટ્રોફી અંતર્ગત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ યોજાવાની છે. આ મેચ રમાતી હશે તે દરમિયાન બંને દેશોના વડાપ્રધાન પણ સ્ટેડિયમમાં ઉપસ્થિત હશે અને કદાચ બંને વડાપ્રધાન કોમેન્ટરી કરતા પણ દેખાઈ શકે છે. આ મેચને જોવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ઓસ્ટ્રલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અમદાવાદ આવવાના છે.  


આજે વડાપ્રધાન મોદી આવશે ગુજરાત 

મળતી માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આઠમી માર્ચે રાત્રીના સમય ગુજરાત આવી શકે છે. પીએમ મોદી 10 વાગ્યાની આસપાસ અમદાવાદ પહોંચી જશે. રાત્રી રોકાણ પીએમ ગવર્નર હાઉસ ખાતે કરવાના છે. ઓસ્ટ્રેલિયાના પીએમ પણ આઠમી તારીખે અમદાવાદ પહોંચી શકે છે. 9 માર્ચે ખેલાડીઓ સાથે મુલાકાત કરશે અને મેચ નિહાળશે. લગભગ બે કલાક સુધી બંને દેશના વડાપ્રધાન મેચ જોઈ શકે છે. 


અનેક સ્થળોની ઓસ્ટ્રેલિયાના પીએમ લેશે મુલાકાત 

ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી ચાર દિવસના ભારત પ્રવાસે આવી રહ્યા છે. મુલાકાતના પ્રથમ દિવસે અમદાવાદમાં આવેલા સાબરમતી આશ્રમની મુલાકાત લેશે જે બાદ રાજભવનની મુલાકાત લેવાના છે. પ્રવાસના બીજા દિવસે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી મેચને નિહાળી શકે છે. જે બાદ મુંબઈ જવા રવાના થશે અને રાત્રે દિલ્હી ખાતે પહોંચી જશે. પ્રવાસના ત્રીજા દિવસે રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લેશે જ્યાં વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ હાજર રહેશે. 


મેટ્રોના સમયમાં કરાયો છે ફેરફાર 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી મેચને લઈ વિવિધ આયોજન કરવામાં આવ્યા છે. મેટ્રોના સમયમાં ફેરફાર પણ કરવામાં આવ્યો છે. 9 થી 13 માર્ચ સુધી ચાલનાર આ મેચને પગલે મેટ્રો સવારે 6થી રાત્રીના 10 વાગ્યા સુધી દોડાવવામાં આવશે. ઉપરાંત વધારે સુવિધા મળી રહે તે માટે 12 મિનીટના અંતરે મેટ્રો ટ્રેન મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.        







ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે