હેં... થોડા દિવસો બાદ વરસાદ ગાયબ થઈ જશે! જાણો વરસાદને લઈ હવામાન વિભાગે શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-06-30 16:42:16

અષાઢ મહિના માટે કહેવાય છે કે અષાઢમાં અનરાધાર. ગુજરાતમાં પણ ચોમાસાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. રાજ્યના 224 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. વરસાદ દરમિયાન અનેક એવા નયનરમ્યો દ્રશ્યો સામે આવ્યા હતા. પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે જેને લઈ હાલ વરસાદ વરસી રહ્યો છે. બેથી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરી છે. પરંતુ હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે આવનાર બેથી ત્રણ દિવસ બાદ વરસાદનું જોર ઘટી શકે છે.  

મચ્છુ ડેમના ખોલાયા દરવાજા

ગુજરાતમાં ચોમાસાનું આગમન થતાં જ અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. અનેક નદીઓમાં નવા નીરની આવક થઈ છે, જેને કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઈ છે. અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. ડેમમાં પાણીની આવક થતાં ડેમના દરવાજાઓને ખોલવામાં આવ્યા છે. શુક્રવારે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. અલગ અલગ જિલ્લાઓમાં વરસાદનું જોર જોવા મળી રહ્યું છે. આજે વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, નર્મદામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. પરંતુ આવનાર દિવસ માટે કરવામાં આવેલી આગાહી તમને ચોંકાવી દેશે. કારણ કે આવનાર દિવસોમાં વરસાદનું જોર ઘટી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ભાદર-2 ડેમના પણ 6 દરવાજા ખોલવામાં આવ્યા હોય તેવા સમાચાર સામે આવ્યા છે.     

હવામાન સમાચાર

આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ 

સૌરાષ્ટ્ર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ તેમજ રાજકોટના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તે સિવાય વલસાડ, નવસારી, સુરત, તાપી, નર્મદામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે સિવાય બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, મહિસાગર, ખેડા અને આણંદમાં પણ સારો વરસાદ નોંધાય તેવી સંભાવના છે. જો વરસાદના આંકડાની વાત કરીએ તો જૂનાગઢમાં 10.5 ઈંચ વરસાદ નોંધાયો હતો, તાપીમાં 9.4 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. મહત્વનું છે કે અમદાવાદમાં ગઈકાલે વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી. વરસાદ વરસવાને કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. નીચે દર્શાવેલા આંકડા બપોર સુધીના છે. 


 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે