Ahmedabadની આ સોસાયટીના રહીશો છે ડ્રેનેજ અને ગંદું પીવાનું પાણી મળવાથી પરેશાન! ગંદુુ પાણી પીવાને કારણે અનેક થઈ રહ્યા છે બિમાર


  • Published By :
  • Published Date : 2024-02-21 15:30:22

આપણા ઘરે પીવાના પાણીની બદલીમાં ગંદુ પાણી આવે તો? ચોખ્ખા પાણીની બદલીમાં પીવા માટે ગંદુ પાણી આપવામાં આવે તો કેવી હાલત થાય? ઘરની બહાર ડ્રેનેજનું ગંદુ પાણી હોય તો કેવી હાલત થાય? પીવાનું પાણી દુષિત આવે તો કેવું થાય? આ વિચારીને જ આપણને કંઈક થવા લાગે છે તો એવા લોકોની હાલત શું થતી હશે જે 10 દિવસથી આવી પરેશાનીથી પીડાઈ રહ્યા છે. બોડકદેવમાં આવેલી દેવ સિટી બંગ્લોઝમાં આવી જ પરિસ્થિતિ છે અને તે પણ 10 દિવસથી.. ગંદુ પાણી પીને સોસાયટીના રહીશો બિમાર પડી રહ્યા છે. બાળકો અને વૃદ્ધો ઝાડા ઉલ્ટીનો શિકાર થઈ રહ્યા છે. 


પીવા માટે આવતું હતું ગંદુ પાણી 

ડ્રેનેજ તથા ગંદા પાણીના ત્રાસથી ત્યાંના રહીશો ત્રસ્ત થઈ ગયા છે. 10 દિવસ જેટલો સમય વીતિ ગયો છે પરંતુ અનેક વખત રજૂઆત કરવા છતાંય કોઈ નિરાકરણ ના આવતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. તાત્કાલિક ધોરણે આ ગંદા પાણીની સમસ્યાનું નિરાકરણ આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. સ્થાનિકો દ્વારા આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે કે રમેશ કન્સ્ટ્રક્શન દ્વારા ઉચિત નિયમોનું પાલન નથી કરવામાં આવી રહ્યું. તંત્રને ફરિયાદ કરી છે કે રમેશ કન્સ્ટ્રક્શન તરફથી નવ નિર્માણ માટેના ઉચિત નિયમોનું પાલન નથી કરવામાં આવી રહ્યું. ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે નિયમોનું. ત્યારે જવાબદાર પરિબળ વિરૂદ્ધ તાત્કાલિક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે. 


ચોખ્ખું પાણી આપવાની જવાબદારી છે કોર્પોરેશનની!

મહત્વનું છે કે ત્યાંના રહીશોએ મદદનીશ મ્યુનિસિપલ કમિશ્નરને અનેક માગણીઓ કરી છે કે રહીશોને ચોખ્ખા પાણીનો પુરવઠો મળી રહે તે માટે 12 પાણીની ટેન્કરો ફાળવવામાં આવે, ઉભરાયેલા ગટરોને તાત્કાલિક ધોરણે સાફ કરવામાં આવે ઉપરાંત પીવા માટે  ચોખ્ખુ પાણી તાત્કાલિક ધોરણે આપવામાં આવે તેવી રજૂઆત સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે. મહત્વનું છે કે સ્થાનિકોને ચોખ્ખુ પાણી પીવા માટે મળે તેની જવાબદારી કોર્પોરેશનની છે. તો સોસાયટીને પાણી પુરવઠો સોસાયટીને આપવામાં આવે તેવી માગ સ્થાનિકોએ કરી છે. મહત્વનું છે કે ખરાબ પાણી પીવાને કારણે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. લોકો બિમાર થઈ રહ્યા છે.   




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે