આવતી કાલે જાહેર થશે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ, વોટ્સએપ નંબરથી પણ વિદ્યાર્થીઓ મેળવી શકશે પરિણામ


  • Published By :
  • Published Date : 2023-05-30 11:57:42

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આવતી કાલે જાહેર થવાનું છે. આઠ વાગ્યાથી પરિણામ વેબસાઈટ www.gseb.org પર જાહેર કરવામાં આવશે. વોટ્સએપ નંબર પર પણ વિદ્યાર્થીઓ પરિણામ મેળવી શકશે. 6357300971 નંબર પર પોતાનો સીટ નંબર મેસેજ કરીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું હતું. ત્યારે આવતી કાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થવાનું છે. 

  

4 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા

બોર્ડનું પરિણામ વિદ્યાર્થીના જીવનમાં મહત્વનું હોય છે. બોર્ડના પરિણામ પર વિદ્યાર્થીનું કેરિયર આધારીત રહેતું હોય છે. ત્યારે થોડા દિવસો પહેલા ધોરણ 12 સાયન્સનું પરિણામ આવ્યું હતું. જે બાદ સામાન્ય રીતે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતું હોય છે પરંતુ તે આ વખતે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. માર્ચ મહિનામાં પરીક્ષા યોજાઈ હતી. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 4.50 લાખ જેટલા વિદ્યાર્થીઓએ આપી હતી. ત્યારે  લાખો વિદ્યાર્થીની આતુરતાનો અંત આવતી કાલે આવવાનો છે. સવારે આઠ વાગ્યે વેબસાઈટ પર પરિણામ જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થી વોટ્સએપ નંબરથી પણ પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓને અનુકુળતા રહે તે માટે આ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે