Dahodમાં ક્રાંતિની શરૂઆત થઈ ગઈ છે! આવા શિક્ષકો હોય તો વિદ્યાર્થીને દરેક સિદ્ધિઓ હાંસલ થાય!


  • Published By :
  • Published Date : 2024-01-11 11:39:48

‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદમેં પલતે હૈ’. એક બાળકના વિકાસમાં, બાળકના ભણતર તેમજ ગણતરના પાયામાં એક શિક્ષકની ભૂમિકા મહત્વની હોય છે. આપણે ત્યાં ગૂરૂને ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે એક એવા શિક્ષકની વાત કરીએ જે અંતરિયાળ વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓને શિક્ષિત કરે છે. 

દીકરીએ શિક્ષકને કહ્યું કે મારે ભણવું છે... 

વાત છે દાહોદના પાયલ પારૂભાઈ બિલવાળની.. 8 ધોરણ સુધી ત્યાં દાહોદમાં જ દીકરી ભણી પણ આ બધા એવા વિસ્તારો જ્યાં મોટાભાગના લોકો મજૂરી કરે ખેતી કરે અને થોડા થોડા સમયમાં કામના અર્થે બીજા ગામમાં, શહેરમાં જતા રહે. બાળકોને એટલું ભણાવે પણ નહીં. આવી સ્થિતિમાં મમતા બેન જે પ્રાથમિક શાળાના શિક્ષક છે તે બાળકોને સમજાવી અને 8 ધોરણ પછી વિદ્યાર્થીઓને 9 થી 12 ધોરણમાં ભણવા માટે પ્રોત્સાહિત કરતા. એવી શાળામાં મોકલે. હોસ્ટલ હોય આશ્રમ શાળામાં મોકલે એટલે એ છોકરાઓનું ભણતર ના બગડે. અને એમના માં-બાપ જોડે મજૂરી કરવા ન જાય એવી જ છોકરી પાયલ જેણે શિક્ષકને કહી દીધું કે બેન મારે ભણવું છે.


જ્યારે વિદ્યાર્થી આગળ વધે છે ત્યારે શિક્ષકને ગર્વ હોય છે.... 

એટલે ધોરણ 9 થી 12  ઉત્તર બુનિયાદી કન્યા શાળા, ગ્રામભારતી શાળામાં પાયલનું એડમિશન શિક્ષકે કરાવ્યું, શાળામાં લઈ ગયા અને પછી દરેક સિદ્ધિઓ પાયલના કદમોમાં હતી. પાયલને 12thમાં સ્કૂલમાં પહેલો નંબર આવ્યો. અત્યારે  M.S.યુવિવર્સિટીમાં  B.A. with Englishમાં પાયલનું એડમિશન મેડમે કરાઇ દીધું છે પાયલ સમગ્ર ગુજરાત રાજ્યમાં એસટી કેટેગરીમાં ઉત્તર બુનિયાદી શાળાઓમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે એટલે 31000/- ઈનામ મળશે. જ્યારે એક વિદ્યાર્થી પ્રગતિના પંથે આગળ વધે ત્યારે શિક્ષકને ગર્વ થતો હોય છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે