Gujaratના યુવાનોમાં વધ્યો Heart Attackનો ખતરો, આટલા લોકોના હાર્ટ એટેકને કારણે થયા મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-12 13:59:51

હાર્ટ એટેકને કારણે મોત થવા જાણે સામાન્ય બની ગયું છે તેવું લાગી રહ્યું છે.   કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. હાર્ટ એટેકને લઈ ચર્ચા થવાનું કારણ એક એ પણ છે કે યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે, વિદ્યાર્થીઓના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. સાજો લાગતો માણસ ક્યારે મોતને ભેટે છે તે જાણી નથી શકાતું. ત્યારે ગુજરાતમાં છેલ્લા થોડા કલાકોની અંદર અનેક યુવાનોએ પોતાના પ્રાણ હાર્ટ એટેકને કારણે ગુમાવ્યા છે. રાજ્યના અલગ અલગ જગ્યાઓથી હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવ્યા છે. આશાસ્પદ યુવાનોના મોત થયા છે.     

Heart Attack ના સંકેત પહેલા જ મળી જાય છે, શ્વાસની તકલીફ, થાક, ગભરાહટ જેવા  લક્ષણો ના કરો ઇગ્નોર | Health News in Gujarati


રાજકોટમાં ડોક્ટરનું થયું હાર્ટ એટેકને કારણે થયું મોત 

હાર્ટ એટેકના કિસ્સાઓ પહેલા પણ સામે આવતા હશે પરંતુ કોરોના બાદ આવી ઘટનાઓ અવાર-નવાર સામે આવવા લાગી છે! કોરોના બાદ હાર્ટ એટેકના કારણે મોત થવાના કિસ્સાઓમાં વધારો થયો છે. પ્રતિદિન સરેરાશ 8થી 9 જેટલા લોકોના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. જીવ બચી શકે તેટલો સમય પણ નથી મળતો લોકોને! સાજો લાગતો વ્યક્તિ ગમે ત્યારે ઢળી પડે છે અને મોતને ભેટે છે. છેલ્લા થોડા કલાકોમાં પાંચથી છ લોકોના મોત થયા છે. રાજકોટથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં 22 વર્ષના ડોક્ટરને હાર્ટ એટેક આવ્યો છે. 



હાર્ટ એટેકને કારણે થયા અનેક લોકોના મોત 

બીજો એક કિસ્સો જામનગરથી સામે આવ્યો છે. બજારમાં ખરીદી કરવા ગયેલા 44 વર્ષીય વ્યક્તિનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. સાંજે તેઓ બજારમાં ગયા હતા, અચાનક તેમની છાતીમાં દુખાવો થયો અને બેભાન થઈ ગયા. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. પરંતુ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત દાહોદમાં ટીઆરબી જવાનનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું છે. સ્પોર્ટસ ગ્રાઉન્ડમાં દોડી રહેલા ટીઆરબી જવાન અચાનક ઢળી પડ્યો. સારવાર મળે તે પહેલા જ તેમનું મોત થઈ ગયું. એવી પણ માહિતી સામે આવી છે કે તેમનો જીવ બચે તે માટે લોકોએ તેમને સીપીઆર પણ આપ્યું પરંતુ હાર્ટ એટેક એટલો તીવ્ર હતો કે તેમનો જીવ બચી ન શક્યો. 


વિદ્યાર્થીનું હાર્ટ એટેકને કારણે થયું મોત!

એવી પણ માહિતી સામે આવી છે કે સુરતમાં ત્રણ લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. હાર્ટ એટેકને કારણે 37 વર્ષીય કાજલબેન ડોબરીયાનું મોત થઈ ગયું હોય તેવી માહિતી પ્રાપ્ત થઈ છે. તે ઉપરાંત સુરતના ગોડાદરા વિસ્તારમાં રેહતા 43 વર્ષીય શ્રીનિવાસ રામલુંનું મોત પણ હાર્ટ એટેકને કારણે થયું છે. તો ત્રીજો બનાવ સુરતના લિંબાયતથી સામે આવ્યો છે. તો એક કિસ્સો પણ સામે આવ્યો છે જેમાં એક વિદ્યાર્થીનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. વિદ્યાર્થીઓમાં પણ હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવી છે.             



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે