Heart Attackનો ખતરો યથાવત! Suratમાં યુવાનને આવ્યો હાર્ટ એટેક અને થઈ ગયું મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-28 11:37:54

એક તરફ કોરોના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ હાર્ટ એટેકના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. નાની ઉંમરે લોકોના મોત થઈ રહ્યા છે અને સિલસિલો યથાવત હજી પણ જોવો મળી રહ્યો છે. એક કિસ્સો સુરતથી સામે આવ્યો છે જેમાં 40 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવ્યો છે. મળતી માહિતી અનુસાર જેમનું નિધન થયું છે તેમનું નામ રામ બુજારક છે અને તે નોકરી પર જઈ રહ્યા હતા. ઘરેથી નોકરી જવા નીકળ્યા ત્યારે રસ્તા પર તે અચાનક ઢળી પડ્યા. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પરંતુ તે પહેલા તેમનું મોત થઈ ગયું હતું.



સુરતથી સામે આવ્યો હાર્ટ એટેકનો કિસ્સો 

હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવવા જાણે સામાન્ય બની ગયા છે. હસતો રમતો વ્યક્તિ ગમે ત્યારે અંતિમ શ્વાસ લઈ લે છે અને ખબર પણ નથી પડતી. કોઈ જમતા જમતા મોતને ભેટે છે તો કોઈ ડાન્સ કરતા કરતા કાળનો કોળિયો બની જાય છે. કોઈ પરીક્ષા આપતી વખતે અચાનક ઢળી પડે છે તો કોઈ વાતો કરતા કરતા મોતને વ્હાલો થઈ જાય છે. એક સમય હતો જ્યારે એવું માનવામાં આવતું કે હાર્ટ એટેક મોટી ઉંમરના લોકોને આવે પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે. નાની ઉંમરના લોકોને હૃદયહુમલો આવી રહ્યો છે અને મોત થઈ રહ્યું છે. 



વિદ્યાર્થીઓ પણ બની રહ્યા છે હાર્ટ એટેકનો શિકાર 

ત્યારે સુરતથી એક ઘટના સામે આવી છે જેમાં 40 વર્ષીય વ્યક્તિ ચાલતા ચાલતા મોતને ભેટ્યો છે. સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં આ ઘટના બની છે. રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. સામાન્ય રીતે પ્રતિદિન 7થી 8 જેટલા લોકોને હાર્ટ એટેક આવે છે અને મોતને ભેટે છે. ન માત્ર યુવાનોમાં પરંતુ વિદ્યાર્થીઓમાં પણ હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. અનેક વિદ્યાર્થીઓના મોત હાર્ટ એટેકને કારણે થયા છે.  મહત્વનું છે કે વધતા હાર્ટ એટેકના કિસ્સાઓએ સરકારનું ટેન્શન પણ વધાર્યું છે. શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ સરકારે અપાવી છે.   




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે