જેતપુરમાં જોવા મળ્યો રખડતા પશુઓનો આતંક, સ્કૂલ રિક્ષા બની આખલાઓનો શિકાર


  • Published By :
  • Published Date : 2023-01-05 15:14:11

રખડતા ઢોરનો મુદ્દો દિન- પ્રતિદિન વધી રહ્યો છે. દરરોજ અનેક લોકો રખડતા ઢોરની હડફેટે આવતા હોય છે અને મૃત્યુને અથવા તો ઈજાઓ પામતા હોય છે. રાહદારીઓ તેમજ વાહનચાલકોને રખડતા ઢોરનો ભોગ મુખ્યત્વે બનતા હોય છે. ત્યારે રાજકોટના જેતપુરથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં બાળકોથી ભરેલી રીક્ષા રખડતા ઢોરની હડફેટે આવી ગયા છે. 


નિર્દોષ લોકો બનતા હોય રખડતા ઢોરનો શિકાર 

રાજ્યમાં રખડતા ઢોર દ્વારા અનેક વખત રાહદારીઓ પર તેમજ વાહનચાલકો પર હુમલો કરવામાં  આવતો હોય છે. હુમલો થવાને કારણે લોકોને ગંભીર ઈજાઓ પહોંચતી હોય છે અથવા તો મોતને પણ ભેટતા હોય છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં રખડતા ઢોરનો ભોગ નિર્દોષ લોકો બનતા હોય છે. હાલત એવી થઈ છે કે જ્યારે વાહન ચાલકો તેમજ રાહદારીઓ રસ્તા પરથી પસાર થતા હોય તે દરમિયાન તેઓ જીવના જોખમે રસ્તો પસાર કરતા હોય છે. 


ભાવનગરમાં રખડતા ઢોરને કારણે એક વ્યક્તિનું થયું મોત 

છેલ્લા ઘણાં સમયથી એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જ્યાં રખડતા પશુઓનો ભોગ સામાન્ય માણસ બની રહ્યો છે. થોડા દિવસો પહેલા ભાવનગરમાં એક કિસ્સો બન્યો હતો જેમાં મજૂરી કામ કરીને પરત ફરતા દરમિયાન એક મજૂરને પોતાની અડફેટે લઈ લીધા હતા. મુખ્યત્વે ઢોર ગઘડતા હોય તે વખતે આવી ઘટનાઓ બનતી હોય છે. આ ઘટનામાં ઈજાપામેલા વ્યક્તિને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ ત્યાં તેમનું મોત થઈ ગયું. આ દુર્ઘટનામાં બે બાળકોએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે. 


વિદ્યાર્થીઓથી ભરેલી રિક્ષાને લીધી અડફેટે

બીજી એક ઘટના રાજકોટના જેતપુરમાં બની છે. બાળકોથી ભરેલી રિક્ષાને રખડતા ઢોરે ટક્કર મારી હતી. જેને કારણે બાળકોને સામાન્ય ઈજા પહોંચી હતી. આ ઘટનાને કારણે વાલીઓમાં ચિંતા વ્યાપી ઉઠી છે. અનેક વખત ઢોર દ્વારા કરવામાં આવતા હુમલાને કારણે લોકો પરેશાન થઈ ગયા છે. વધતા ઢોરના ત્રાસથી લોકો ત્રાહિમામ પૂકારી ઉઠ્યા છે. ત્યારે આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ આવે તે માટે કાર્યવાહી  કરવા લોકો માગ કરી રહ્યા છે.  




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે