Rajkotમાં રખડતાં શ્વાનનો આતંક, જંગલેશ્વરમાં પાંચ વર્ષની બાળકી પર 9-10 શ્વાને કર્યો હુમલો! લોકોમાં રોષ ભભૂક્તા જાગ્યું તંત્ર અને...


  • Published By :
  • Published Date : 2023-12-05 14:51:47

ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ અમદાવાદમાં રખડતા ઢોર પર નિયંત્રણ લાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પશુપાલકોને અનેક વખત નોટિસ આપવામાં આવી છે, રખડતા ઢોર મુદ્દે તંત્ર જાગ્યું છે અને કાર્યવાહી કરી રહ્યું છે. રખડતા ઢોરનો આતંક હતો જ પરંતુ હવે રખડતા શ્વાનનો આતંક પણ જોવા મળી રહ્યો છે. ત્યારે રખડતા શ્વાનનો આતંક રાજકોટથી સામે આવ્યો છે જે સાંભળીને રૂંવાડા ઉભા થઈ જશે. રખડતા ઢોર તેમજ શ્વાન અંગે પગલા લેવામાં આવે તે માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી પરંતુ અનેક ફરિયાદોની વચ્ચે મોડી સાંજે એક ઘટના બની જેને કારણે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જંગલેશ્વર વિસ્તારમાં રખડતા શ્વાનના ટોળાએ પાંચ વર્ષની બાળાને ફાડી ખાધી.. આ ઘટના બાદ આરએમસી દ્વારા રખડતા શ્વાનને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. 

In Kapdvanj, stray dogs have increased, a written representation has been  submitted to the chief officer of the municipality | કપડવંજમાં રખડતા  શ્વાનનો ત્રાસ વધ્યો, પાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં ...

બહાર નીકળતા પણ ડરે છે લોકો!

વિકસીત રાજ્યોની વાત જ્યારે કરવામાં આવે છે ત્યારે ગુજરાતનું નામ લેવામાં આવતું હોય છે. આપણા રાજ્યને વિકસીત રાજ્ય કહેતા અનેક વખત લોકોને સાંભળ્યા હશે. પરંતુ એ જ વિકસીત રાજ્ય ગણાતા ગુજરાતમાં રખડતા ઢોર તેમજ શ્વાનનો આતંક વધી રહ્યો છે. રખડતા ઢોર તેમજ શ્વાનની અડફેટે આવતા  અનેક લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે એ પણ ગંભીર રીતે. એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે આપણે ઘરની બહાર નીકળીએ છીએ ત્યારે આપણને પણ ડર સતાવતો હોય છે કે કોઈ રખડતા શ્વાન કે ઢોર આપણી પર હુમલો કરી દેશે તો? મોટા માણસો પોતાના માટે તો ડર હોય પરંતુ હવે તો નાના બાળકોને લઈ ડર વ્યાપી ઉઠી રહ્યો છે.


પાંચ વર્ષની બાળકી પર 10 જેટલા શ્વાને કર્યો હુમલો 

અનેક એવા કિસ્સાઓ આપણી સામે છે જેમાં નાના-માસુમ બાળક પર રખડતા શ્વાન અથવા તો રખડતા ઢોર હુમલો કરે છે અને તેને મોતને ઘાટ ઉતારે છે. રખડતા શ્વાનનો ત્રાસ એ હદે વધી ગયો છે કે બહાર નીકળતી પહેલા લોકોને ડર સતાવી રહ્યો છે. આ વાત અમે રાજકોટથી સામે આવેલી ઘટનાને લઈ કરી રહ્યા છીએ. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રખડતા શ્વાનોના ટોળાએ માત્ર પાંચ વર્ષની બાળાને ફાડી નાખી હતી. આ અંગે મળતી માહિતી અનુસાર મૂળ ઉત્તરપ્રદેશના કલીમભાઈ સૈયદ જંગલેશ્વરના ખ્વાઝાચોક નજીક મફયીતાપરામાં રહે છે. સાંજના સમયે તેમની પાંચ વર્ષની દીકરી ચાલતી ચાલતી નજીકમાં રહેતા પોતાની માસીના ઘરે જવા નીકળે છે. એ વિસ્તારમાં રખડતા શ્વાનોએ બાળકી પર હુમલો કર્યો. એ ટોળામાં 10 જેટલા શ્વાન હતા તેવી માહિતી સામે આવી છે. શ્વાનના ટોળાએ અચાનક તેની પર હુમલો કર્યો અને તેના શરીર પર બટકા ભરી દીધા.   


ક્યારે મળશે રખડતા ઢોર તેમજ શ્વાનના આતંકથી મુક્તિ? 

મહત્વનું છે કે રખડતા શ્વાન તેમજ રખડતા ઢોરના આતંકને લઈ અનેક વખત તંત્રને લેખિતમાં રજૂઆત કરવામાં આવી. રખડતા ઢોર તેમજ શ્વાનના હુમલાનો ડર સ્થાનિકોમાં ફેલાઈ રહ્યો છે. રખડતા શ્વાનને ખસેડવાની વાતો અનેક, અનેક વખત દાવા કરવામાં આવે છે પરંતુ વાસ્તવિક્તા કંઈક અલગ છે. રસ્તા પર અનેક વખત શ્વાન હુમલો કરી દેતો હોય છે અથવા તો શ્વાન અચાનક સામે આઈ જવાને કારણે અકસ્માત સર્જાતો હોય છે. ત્યારે રખડતા શ્વાન તેમજ ઢોરથી મુક્તિ ક્યારે મળશે તે એક પ્રશ્ન છે   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.