આવી ગયું ફિલ્મ 'ચબૂતરો'નું ટ્રેલર, અમેરિકા 'સેટ' થવા ગયેલા ગુજરાતીને યાદ આવ્યું અમદાવાદ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 16:00:38

અપકમિંગ ગુજરાતી ફિલ્મ 'ચબૂતરો'નું ટ્રેલર આવી ગયું છે. જે દર્શકોને ઘણું જ પસંદ આવી રહ્યું છે.
'ચબૂતરો'નું ટ્રેલર જોતાં જ ખ્યાલ આવી જાય છે કે આ એક મોડર્ન ફિલ્મ છે.
જેમાં વિદેશમાં રહીને પણ ગુજરાતી પરંપરા તેમજ સંસ્કાર સાથે જોડાયેલા આજના યુવાનની વાર્તા છે.

Upcoming Gujarati Movies 2022 | Gujarati Movies Releasing This Week in  Mumbai - BookMyShow


'ચબૂતરો'નું મોટાભાગનું શૂટિંગ અમેરિકામાં થયું છે. અમેરિકા કમાણી કરવા પહોંચેલા યુવકને કોઈ કારણસર ભારત પરત ફરવું પડે છે તે વાર્તા ગુજરાતી ફિલ્મ 'ચબૂતરો'માં જોવા મળશે. 'ચબૂતરો' ફિલ્મના લેખક અને ડિરેક્ટર ચાણક્ય પટેલ છે જ્યારે કલાકારો રોનક કામદાર અને અંજલિ બારોટ છે. 'ચબૂતરો'નું મ્યુઝિક સિદ્ધાર્થ અમિત ભાવસારે કંપોઝ કર્યું છે અને 'ચબૂતરો' ફિલ્મ તારીખ 4 નવેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થશે.

Raunaq Kamdar on 'Chabutro': Its beauty lies in its simplicity - Exclusive!  | Gujarati Movie News - Times of India

'ચબૂતરો'નું ટ્રેલર જોતાં જ ખ્યાલ આવી જાય છે કે આ એક મોડર્ન ફિલ્મ છે કે જેમાં વિદેશમાં રહીને પણ ગુજરાતી પરંપરા તેમજ સંસ્કાર સાથે જોડાયેલા આજના યુવાનની વાર્તા છે. 'ચબૂતરો'નું મોટાભાગનું શૂટિંગ અમેરિકામાં થયું છે. અમેરિકા કમાણી કરવા પહોંચેલા યુવકને કોઈ કારણસર ભારત પરત ફરવું પડે છે તે વાર્તા ગુજરાતી ફિલ્મ 'ચબૂતરો'માં જોવા મળશે. 'ચબૂતરો' ફિલ્મના લેખક અને ડિરેક્ટર ચાણક્ય પટેલ છે જ્યારે કલાકારો રોનક કામદાર અને અંજલિ બારોટ છે. 'ચબૂતરો'નું મ્યુઝિક સિદ્ધાર્થ અમિત ભાવસારે કંપોઝ કર્યું છે અને 'ચબૂતરો' ફિલ્મ તારીખ 4 નવેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થશે.


'ચબૂતરો'નું ટ્રેલર જોવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો 

https://youtu.be/HetMGMdCTzE


મોટા પડદા પર ફરી ધમાલ મચાવશે આરોહી અને મલ્હારની જોડી

www.youtube.com/embed/0pusD7OTMMA

વર્ષ 2017માં રિલીઝ થયેલી ફિલ્મ 'લવની ભવાઈ'માં આરોહી પટેલ (Aarohi Patel) અને મલ્હાર ઠાકરની (Malhar Thakar) જોડી દર્શકોને ખૂબ પસંદ આવી હતી. આરોહી અને મલ્હાર ફરી એકવાર જોડી જમાવવા જઈ રહ્યા છે. તેમની ફિલ્મ 'ઓમ મંગલમ્ સિંગલમ્'નું (Aum Mangalam Singlem) મજેદાર ટીઝર રિલીઝ થઈ ગયું છે, જ્યારે ફિલ્મ 18 નવેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મનું ડિરેક્શન સંદીપ પટેલ કર્યું છે જ્યારે સંગીત સચિન-જીગરે આપ્યું છે. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ અમદાવાદમાં જ કરવામાં આવ્યું છે. એક દિવસ પહેલા જ આરોહી પટેલે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલીઝ કર્યો હતો. એક્ટ્રેસે જે પોસ્ટ શેર કરી છે, તેમાં તે યલ્લો ટીશર્ટ અને ડેનિમમાં જોવા મળી રહી છે તેણે તેના વાળને હલકા કર્લ્સ કર્યા છે. તો મલ્હારને વાદળી ટીશર્ટ અને ડેનિમમાં જોઈ શકાય છે. આ સાથે લખ્યું છે '18 નવેમ્બર, 2022ના રોજ અમે સાથે આવી રહ્યા છીએ'


છેલ્લા 6 મહિનામાં બોક્સઓફિસ પર ચાલ્યો ગુજરાતી ફિલ્મોનો જાદુ

Gujarati Movie Best Sale, SAVE 48% - kawaleesnews.com

કોરોના મહામારી પછી સ્થિતિ સામાન્ય થઈ ત્યારે ઢોલિવુડે ધીમી શરૂઆત કરી હતી પરંતુ હવે લાગી રહ્યું છે કે, દમદાર રિકવરી થઈ છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો બિઝનેસ સુધર્યો છે ત્યારે તેમને આશા છે કે, આગામી સમયમાં હજી પણ વેગ મળશે. એક્ટર યશ સોનીની બેક-ટુ-બેક ત્રણ ફિલ્મો રિલીઝ થઈ છે અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી જે ગતિએ કમાણી કરી રહી છે તે જોઈને તે ખુશ છે. તેણે કહ્યું, "અમારી ઈન્ડસ્ટ્રી માટે છેલ્લા થોડા મહિના ખરેખર સારા રહ્યા છે અને ફિલ્મોએ સારી કમાણી કરી છે. બોલિવુડ કરતાં પણ અમારી ફિલ્મો સારું કમાઈ છે. આ ખૂબ સારા સંકેત છે. મહામારી દરમિયાન ઈન્ડસ્ટ્રીએ ખાસ્સું નુકસાન વેઠ્યું છે. ત્યારે ફિલ્મોની સારી કમાણી સરસ સંકેત છે.




જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.