ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેનું યુદ્ધ ભારતમાં નોતરશે મોંઘવારી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-15 22:44:31

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.  

Iran-Israel conflict: Tehran 'preparing to attack Israel' possibly before  US election

 ઈરાને ઇઝરાયેલ પર ખુબ મોટા પાયે મિસાઈલ હુમલો કર્યો હતો . આ હુમલાઓ પછી હવે ફરી એકવાર ઇઝરાયેલએ ઈરાન પર હુમલો કર્યો છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થતિઓ ખુબ એસ્કલેટ થઇ રહી છે. ઇઝરાયેલએ ઈરાની રાજધાની તેહરાનમાં મેન ઓઇલ ડિપોર્ટ અને સેન્ટ્રલ ઓઇલ રિફાઇનરીને ટાર્ગેટ બનાવી છે. જેનાથી તેહરાનમાં કેટલીક જગ્યાઓએ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા છે. ઈઝરાઈલે ઈરાનની ન્યુક્લિયર સાઇટ્સ , એર ડિફેન્સ સિસ્ટમ્સ , મિલિટરી ઇન્સ્ટોલેશન્સને ટાર્ગેટ બનાવ્યા છે. અત્યારસુધીમાં ઇઝરાયેલની સ્ટ્રાઈકમાં ઈરાનમાં 78 લોકોના મોત થયા છે. ઇઝરાયેલએ ઈરાની રક્ષામંત્રાલયનું જે હેડક્વાર્ટર છે તેને પણ ટાર્ગેટ બનાવ્યું છે. ઈરાને આ અગાઉ ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો જેમાં ઇઝરાયેલના શહેર , તેલ અવીવ અને જેરુસલેમ પર ખુબ મોટાપાયે મિસાઈલોથી હુમલો કરવામાં આવ્યો હતો .  ઇઝરાયેલમાં મૃત્યુનો આંક ૮ જેટલો છે . જયારે ઘાયલ લોકોની સંખ્યા ૧૦૦થી વધારે પહોંચી ચુકી છે. આ પછી ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ ચીમકી ઉચ્ચારી હતી કે , આયાતોલ્લાહ સરકારના દરેક ઠેકાણાને ટાર્ગેટ બનાવવામાં આવશે . આપને જણાવી દયિકે , ઇરાનના સુપ્રીમ લીડર આયાતોલ્લાહ ખામીની છે . 

Major Geopolitical Alert: Iran Seriously Considering Closure of Strait of  Hormuz - Tunisie

આ બાબતે , હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટ્રુથ સોસીયલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે . જેમાં તેમણે  લખ્યું છે કે , ઈરાન પર જે હુમલો કરવામાં આવ્યો છે , તેમાં અમેરિકાને કોઈ જ લેવાદેવા નથી . પરંતુ જો , ઈરાન દ્વારા કોઈ પણ રીતે અમને એટલેકે , યુએસને ટાર્ગેટ કરવામાં આવ્યા તો , અમેરિકાની સેના એ રીતે જવાબ આપશે કે તમે કલ્પના પણ નઈ કરી હોય . તેમ છતાં ,  આ લોહિયાળ જંગને રોકવા માટે ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે અમેરિકા ડીલ કરાવી શકે છે . " હવે વાત કરીએ કે ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેનો આ જંગ છે કેવી રીતે વૈશ્વિક બજારોની સાથે ભારત માટે પણ નુકશાનકારક છે? ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે એસ્કેલેશન વધવાથી , આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવોમાં વધારો નોંધાયો છે. આ સાથે જ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ઈરાન બંધ કરી શકે છે. આ હોર્મુઝની સામુદ્રધુની એ મહત્વનો ચોકપોઇન્ટ છે . જ્યાંથી ગ્લોબલ ઓઇલ સપ્લાય ટ્રાંસિટનું ૨૦ થી ૨૫ ટકા ઓઇલ પસાર થાય છે. આ હોર્મુઝની સામુદ્રધુની એ UAE અને કતાર માટે મહત્વપૂર્ણ છે . કેમ કેમ કે , UAE અને કતાર ત્યાંથી પોતાનો  LNG ( લીકવીફાઇડ નેચરલ ગેસ ) પસાર કરે છે. જેમાં કતાર , ભારતનું પ્રમુખ LNG સપ્લાયર છે .ભારત તેનું ૮૦ ટકા ક્રૂડ ઓઇલએ પશ્ચિમ એશિયાથી આયાત કરે છે . આ નિર્ભરતા વધી રહી છે. પરંતુ હોર્મુઝની સામુદ્રધુનીમાં વધતા તણાવની વચ્ચે , ભારતમાં મોંઘવારી વધી શકે છે. ભારતે ૨૦૧૯માં મજબુર થઈને ઇરાનથી ઓઇલથી આયાત બંધ કરવી પડી હતી કેમ કે , અમેરિકાએ ઈરાન પર  સેન્ક્શન લગાવ્યા છે . 




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.