આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગે કરી ભારેથી અતિભારે વરસાદની આગાહી! જાણો ક્યાં મેઘરાજા બોલાવશે ધડબડાટી?


  • Published By :
  • Published Date : 2023-07-07 11:05:15

ગુજરાતમાં વરસાદની બીજી ઈનિંગ શરૂ થઈ છે. વરસાદને લઈ હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં અથવા તો રાજ્યમાં સાવર્ત્રિક વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરી છે. આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે માનવામાં  આવી રહ્યા છે. આગાહી પ્રમાણે અનેક જગ્યાઓ પર વરસાદ વરસવાની તો શરૂઆત થઈ છે પરંતુ અનેક ઈંચ વરસાદ માત્ર થોડા કલાકોમાં ખાબકી ગયો છે. સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું હતું અને તે વાત સાચી પણ સાબિત થઈ રહી છે. અમદાવાદમાં પણ મેઘરાજાની પધરામણી થઈ ચૂકી છે.

  

આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે 

દર વર્ષ કરતા આ વર્ષે ચોમાસાનું આગમન મોડું થયું છે. બિપોરજોય વાવાઝોડાને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો પરંતુ તે ચોમાસાનો વરસાદ ન હતો. ત્યારે હવે ચોમાસાનો વરસાદ ગુજરાતીઓને ધમરોળી રહ્યો છે. સમગ્ર ગુજારતમાં મેઘમહેર જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણ કલાક અનેક જિલ્લાઓ માટે ભારે છે. વરસાદને લઈ અનેક જગ્યાઓ પર એલર્ટ આપી દેવામાં આવ્યું છે. વરસાદ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો અમદાવાદ, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, આણંદ, સુરેન્દ્રનગર, જામનગર સહિતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત ભાવનગર, મહેસાણા, વડોદરા, નર્મદા, સુરત, તાપી, અમરેલી, મોરબી, સોમનાથમાં વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ જિલ્લાઓ માટે આગામી ત્રણ કલાક ભારે છે ત્યાં ધોધમાર વરસાદ વરસી શકે છે.


ગુજરાતમાં આટલા ટકા વરસી ચૂક્યો છે વરસાદ!

સમગ્ર ગુજરાતમાં સારો એવા વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં સિઝન દરમિયાન પડેલા વરસાદની વાત કરીએ તો સરેરાશ 36.02 ટકા વરસાદ થયો છે. અત્યાર સુધી સૌથી વધુ કચ્છમાં સરેરાશ 94.9 ટકા વરસાદ વરસ્યો છે. તો સૌરાષ્ટ્રમાં સિઝનનો સરેરાશ 52.39 ટકા વરસાદ ખાબકી ગયો છે. 34.41 ટકા વરસાદ ઉત્તર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધી નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસસાદી માહોલ જામ્યો છે, સિઝનનો સરેરાશ 27.78 ટકા વરસાદ પડ્યો છે. પશ્ચિમ મધ્ય ગુજરાતમાં સરેરાશ 24.59 ટકા વરસાદ થયો છે. સારો વરસાદ થવાને કારણે ડેમોમાં નવા નીરની આવક થઈ છે. ડેમના જળસ્તરોમાં વધારો થયો છે. 


છેલ્લા 24 કલાકમાં આટલા જિલ્લાઓમાં થઈ મેઘમહેર 

મહત્વનું છે વરસાદ ભલે મોડો આવ્યો પરંતુ અનેક ટકા વરસાદ વરસી ગયો છે. ધોધમાર વરસાદ વરસ્યો છે તો ક્યાંક ધીમી ધારે વરસાદ ખાબક્યો છે. પરંતુ સાર્વત્રિક રીતે વરસાદ તો  પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો રાજ્યના 157 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. 20 તાલુકાઓ એવા છે જ્યાં 2થી 4.5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે 28 જેટલા તાલુકાઓ એવા છે જ્યાં 1થી 2 ઈંચ જેટલો વરસાદ થયો છે. ઉલ્લેખનિય છે કે વરસાદે બે દિવસનો વિરામ લીધો હતો પરંતુ વરસાદની રી-એન્ટ્રી થઈ ગઈ છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે