અમદાવાદના વાતાવરણમાં આવ્યો પલટો, અનેક વિસ્તારોમાં થઈ વરસાદની શરૂઆત


  • Published By :
  • Published Date : 2023-03-30 10:36:41

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા પણ કમોસમી વરસાદને લઈ આગાહી કરવામાં આવી હતી. અનેક વિસ્તારોમાં સવારથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે અમદાવાદના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો. વહેલી સવારથી અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું પરંતુ અનેક જગ્યાઓ પર વરસાદ વરસી રહ્યો છે. કાલુપુર, પાલડી, રાયપુર, ખાડિયા, શિવરંજની સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.


આ વિસ્તારોમાં વરસી શકે છે વરસાદ 

ઉનાળાના સમયમાં વરસાદી માહોલ જામ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આવનાર એક બે દિવસ માટે વરસાદની આગાહી કરી છે. અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આગાહી કરવામાં આવી છે. કચ્છ, જામનગર, રાજકોટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત બનાસકાંઠા, અરવલ્લી અને પાટણમાં પણ માવઠું વરસી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જ્યારે અનેક વિસ્તારોમાં વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે.    


ગઈકાલે પણ વરસ્યો હતો કમોસમી વરસાદ 

મહત્વનું છે કે અમદાવાદ, મહીસાગ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, રાજકોટ, જામનગર, મોરબી, કચ્છમાં બુધવારે પણ વરસાદ વરસ્યો હતો. અનેક જગ્યાઓ પર ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. માવઠાને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. પાકને મોટા પાયે નુકસાન થયું છે. સરકારે કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાન અંગે સહાય કરવાની જાહેરાત કરી છે ત્યારે જોવાનું એ રહ્યું કે સહાય ક્યારે અને કેટલી ચૂકવવામાં આવે છે.    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે