દેશમાં સતત વધી રહ્યા છે કોરોના કેસ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 11 હજારથી વધુ કેસ, એક્ટિવ કેસની સંખ્યા પહોંચી 49 હજારને પાર


  • Published By :
  • Published Date : 2023-04-14 12:31:23

કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગઈ કાલે કોરોનાના 10 હજાર કેસ નોંધાયા હતા. જ્યારે આજે 11 હજાર કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11 હજાર 109 કેસ નોંધાયા છે. જ્યારે 29 લોકોના મોત થયા છે. સાત મહિના બાદ કોરોનાના આટલા બધા કેસ સામે આવ્યા છે. એક્ટિવ કેસ 49 હજારને પાર પહોંચી ગયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 49 હજાર 622 પર પહોંચી ગઈ છે.

  


છેલ્લા 24 કલાકમાં નોંધાયા 11 હજારથી વધુ કેસ 

છેલ્લા ઘણા દિવસોથી કોરોના સંક્રમણના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. આ જ અઠવાડિયામાં કોરોના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. થોડા દિવસો પહેલા કોરોના કેસ પાંચ હજારની આસપાસ નોંધાયા હતા જે બાદ છ હજાર  કેસ નોંધાયા છે. બુધવારે 7 હજાર કેસ નોંધાયા છે. ગુરૂવારે 10 હજાર કેસ નોંધાયા છે. જ્યારે આજે તો 11 હજારને પાર કોરોનાના કેસ નોંધાયા છે. 24 કલાકમાં 11,109 કોરોનાના કેસ નોંધાયા છે. જ્યારે 29 જેટલા લોકોના મોત થયા છે. આ સાથે જ એક્ટિવ કેસની સંખ્યામાં 49 હજારને પાર પહોંચી છે. પાંચ લાખથી વધુ લોકોના મોત કોરોના સંક્રમણને કારણે દેશમાં થયા છે. 


આ રાજ્યોમાં નોંધાયા વધારે કેસ 

રાજ્યોમાં કોરોના કેસમાં સૌથી આગળ હોય તો તે કેરળ, દિલ્હી, મહારાષ્ટ્ર, હરિયાણા,ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યો છે. કેરળમાં 3420 નવા કોરોનાના કેસ મળ્યા છે. જ્યારે દિલ્હીમાં કોરોનાના 1149 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં 1115 નવા કેસ નોંધાયા છે. 642 કોરોનાના કેસ હરિયાણાથી સામે આવ્યા છે. ઉત્તરપ્રદેશમાં 442 કેસ નોંધાયા છે. ગુજરાતમાં પણ 417 કેસ નોંધાયા છે. વધતા કોરોના સંક્રમણ વચ્ચે કેન્દ્ર સરકાર પણ એક્ટિવ થઈ છે. ઉપરાંત કોરોનાને કારણે રાજ્ય સરકારોને પણ એક્ટિવ રહેવા આદેશ આપ્યો છે. ત્યારે લોકોએ પણ કોરોનાને લઈ સાવચેત રહેવું પડશે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે