ગુજરાત હવામાન વિભાગે કહ્યું નવરાત્રિ દરમિયાન વરસાદ વરસી શકે છે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-14 16:39:40

ગુજરાત હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 17 સપ્ટેમ્બર બાદ વરસાદનું પ્રમાણ ઘટવાની સંભાવના છે પરંતુ નવરાત્રિના સમયમાં પણ સામાન્ય વરસાદ રહે તેવી શક્યતા છે. જો નવરાત્રિમાં વરસાદ રહેશે તો ખેલૈયાઓને ઘણી મુશ્કેલી વેઠવી પડશે. 


હવામાન વિભાગની માછીમારોને આગાહી 

ભારે વરસાદની આગાહીને જોતા હવામાન વિભાગે માછીમારોને જાણકારી આપી હતી. ગુજરાત હવામાન વિભાગે માછીમારોને અપીલ કરી હતી કે આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હોવાના કારણે માછીમારી કરવા ના જાય. 


વરસાદ તમારી નવરાત્રિ બગાડી શકે છે

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે 26 સપ્ટેમ્બર બાદ સામાન્ય વરસાદની સંભાવના છે. આગામી 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન નવરાત્રિ 2022 રહેશે. નવરાત્રિ દરમિયાન વરસાદ પડશે તો ખેલૈયાઓની નવરાત્રિ બગડે તેવી સંભાવના છે. 


કેટલા શહેરોમાં વરસાદ પડશે

હવામાન વિભાગે ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરી છે. વધારે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે અમદવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય વરસાદથી 24 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જો કે સમગ્ર ગુજરાતમાં સરેરાશ 124 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે