Gujarat BJP સંગઠનમાં મોટો ડખો પડ્યો! સી.આર.પાટીલને પદ પરથી હટાવવા ભાજપના નેતાએ કર્યો પ્રયાસ! જાણો જિનેન્દ્ર શાહ કેસમાં શું આવ્યો નવો વળાંક?


  • Published By :
  • Published Date : 2023-08-02 15:38:58

ભારતીય જનતા પાર્ટી જેનું નામ પડે એટલે બધા એમ કહે કે આ શિસ્ત બદ્ધ પાર્ટી છે. એવી પાર્ટી કે જ્યાં કોઈ પણ નિર્ણય લેવાય તો નાના કાર્યકર્તા થી લઈને મોટા નેતા બધા સહકાર આપે. પણ એક બીજેપીમાં જુથવાદ થવા લાગે અને અધ્યક્ષ સી.આર. પાટિલ વિરુદ્ધ જ ભાજપના નેતા ષડયંત્ર કરે તો. અમે વાત કરી રહ્યા છીએ એક એવા વીડિયોની જે થોડા સમય પહેલા સામે આવ્યો હતો જેમાં એક વ્યક્તિએ સી.આર.પાટીલ પર આક્ષેપ લગાવ્યા હતા.   


જિનેન્દ્ર શાહે કર્યા સી.આર.પાટીલ પર ભ્રષ્ટાચારના આરોપ

ભાજપ પોતાની રણનીતિને લઈ હંમેશા વખાણ થાય છે. અને તેમાં પણ ચૂંટણી સમયે સી.આર.પાટીલ દ્વારા ઘડવામાં આવતી રણનીતિ હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે થોડાં સમય પહેલાં ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ વિરુદ્ધ 80 કરોડ રૂપિયાનું ચૂંટણી ફંડ ઉઘરાવી ચાંઉ કરવાનો આક્ષેપ જિનેન્દ્ર શાહે કર્યો હતો. મામલો સામે આવતા રાજકોટના યુવક જિનેન્દ્ર શાહની સુરત પોલીસે ધરપકડ કરી હતી. તપાસમાં જિનેન્દ્રની સાથે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને હાલ માંગરોળના ધારાસભ્ય ગણપત વસાવાના સમર્થક તથા કોસંબાના પદાધિકારી હરદીપસિંહ અટોદરિયાની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. 


સી.આર.પાટીલને બદનામ કરવાના ષડયંત્રમાં આવ્યું ગણપત વસાવા અને તેમના કાર્યકર્તાઓનું નામ!

વાત ત્યારે શરૂ થઈ જ્યારે જિનેન્દ્ર નામના યુવકે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પર આક્ષેપ કરતો વીડિયો રીલીઝ કર્યાં. તે પછી દક્ષિણ ગુજરાતના ભાજપના જ કેટલાક લોકોએ તેનો સંપર્ક કરી પત્રિકાઓ છપાવી અને પાટીલ વિરુદ્ધ અપપ્રચાર શરૂ કર્યો. આ મુદ્દે ગણપત વસાવાનું નામ બહાર આવ્યું છે. આ મામલે તપાસ થવાની હજી હવે શરૂઆત થઈ છે. આગામી સમયમાં હજુ તો ઘણા બધા નેતાઓના નામ સામે આવી શકે છે. આ એ જ બધા નેતા છે જે રાહ જુવે છે કે crpatil ક્યારે અધ્યક્ષ પદથી રાજીનામું આપે અને એટલે જ અનેક વાર એવી અફવા પણ ફેલાવવામાં આવી છે કે સી.આર.પાટીલ પદ છોડી રહ્યા છે.

 

નામ સામે આવતા ગણપત વસાવાએ કરી સી.આર.પાટીલ સાથે વાત 

ગણપત વસાવાનું નામ બહાર આવતા ગણપત વસાવાએ કહ્યું કે પોલીસ તપાસ બાદ વધુ લોકોની ધરપકડ અને કેટલાંકની સામેલગીરીની વાત બહાર આવી. તે બાદ મેં (ગણપત વસાવા) પાટીલ સાથે રૂબરૂ મુલાકાત કરી અને જેની સંડોવણી હોય તેમની સામે કાર્યવાહી કરવી જોઇએ તેવી રજૂઆત કરી છે. ઘટનામાં સંડોવાયેલી કોઇ વ્યક્તિ સાથે મારો સંપર્ક નથી.


જિનેન્દ્રએ પોલીસને સોંપ્યા છે આ મામલે અનેક પૂરાવા 

આ સમગ્ર કેસમાં જિનેન્દ્રએ પોતે કરેલા આક્ષેપોને સાબિત કરવા માટે કેટલાંક દસ્તાવેજી પૂરાવા પોલીસને સોંપ્યા છે. આ પૂરાવાની તપાસ પણ પોલીસ કરી રહી છે. ત્યારે એ તપાસમાં પણ અનેક નામ સામે આવી શકે છે ભાજપમાં જુથવાદની આ ચરમશીમાં છે. 


થોડા સમય પહેલા જિનેન્દ્રએ વીડિયો કર્યો હતો જાહેર 

જિતેન્દ્રએ જે વીડિયો વાયરલ કર્યો હતો તેમાં તેણે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેણે કહ્યું હતું કે હું ભાજપના ભ્રષ્ટાચારનો શિકાર બન્યો છું. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાથે બે વર્ષથી જોડાયેલો છું. છેલ્લા 2 વર્ષથી હું તેમની સાથે કામ કરી રહ્યો છું. મારું કામ પાર્ટીનું ફંડ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવાનું છે. 2022 ચૂંટણી સમયે ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે મને કામ આપ્યું હતું.  જેટલું થઇ શકે તેટલું પાર્ટી ફંડ ભેગું કરો. આ ચૂંટણી ખુબ જ ગંભીર ચુંટણી છે એટલે આ વખતે પાર્ટીને ફંડની સૌથી વધુ જરૂર છે. તેમાંથી 10 ટકા કમીશન તમને મળશે. જેથી મે સી.આર.પાટીલને 80 કરોડ રૂપિયાનું ફંડ ભેગું કરીને દીધું.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.