તલાટીની પરીક્ષામાં થયો છબરડો! વડોદરાની MS Universityમાં પરીક્ષા આપવા ગયેલા ઉમેદવારોના ન લેવાયા થમ્બ ઈમ્પ્રેશન! આ મુદ્દે હસમુખ પટેલે કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-05-13 18:34:16

7મેના રોજ રાજ્યમાં તલાટીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. લાખો ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા પૂર્ણ થઈ હતી. પરંતુ તલાટીની પરીક્ષામાં છબરડો થયો હોવાનું સામે આવ્યું છે. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં 123 જેટલા ઉમેદાવારોના થમ્બ ઈમ્પ્રેશન નથી લેવામાં આવ્યા. પોલિટેક્નિક યુનિટમાં 15 પૈકી 8 બ્લોકમાંથી થી આ ગંભીર ક્ષતિ સામે આવી છે. આ છબરડો સામે આવતા  હસમુખ પટેલે આ અંગે પ્રતિક્રિયા આપી છે.     

એમ.એસ યુનિવર્સિટીમાં થયો છબરડો!

તલાટીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં ગયા રવિવારે પૂર્ણ થઈ હતી. લાખો ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. હસમુખ પટેલના શીરે આ પરીક્ષાની જવાબદારી હતી. નિર્વિધ્ને પરીક્ષા પૂર્ણ થતાં ઉમેદવારોએ તેમજ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારે વડોદરાથી તલાટીની પરીક્ષામાં ગંભીર છબરડો થયો હોવાની વિગતો સામે આવી છે. વડોદરાની એમએસ યુનિવર્સિટીની પોલિટેક્નિક યુનિટમાં 123 ઉમેદવારોના થમ્બ ઈમ્પ્રેશન લેવામાં ન આવ્યા હતા. 15 વર્ગખંડમાંથી 8 વર્ગખંડમાં અંગૂઠાની ઈમ્પ્રેશન લેવામાં આવી ન હતી જ્યારે બાકીના 7 વર્ગખંડમાં ઉમેદવારોના થમ્બ ઈમ્પ્રેશન લેવામાં આવ્યા હતા. આ વાત સામે આવતા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર સીસીટીવી ચેક કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. આ ઘટના અંગે આઈપીએસ હસમુખ પટેલે પ્રતિક્રિયા આપી છે. 


હસમુખ પટેલે આપ્યા તપાસના આદેશ!

આ મામલે હસમુખ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે પરીક્ષાના બીજા દિવસે આ બનાવની જાણ થઈ હતી. બનાવની સંપૂર્ણ તપાસ માટેના આદેશ આપવામાં આવ્યા છે. બોર્ડ પ્રતિનિધિ સામે કાર્યવાહી કરવામાં આવશે. વડોદરાની ઘટનામાં ગેરરીતિ નહીં પરંતુ બેદકરકારી હોય તેવું લાગે છે. તલાટીની ભરતીનું પરિણામ જૂન મહિનામાં આપવાની યોજના છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે