વાઘોડિયા બેઠકની પેટા ચૂંટણીમાં જામશે ત્રિ-પાંખીયો જંગ, અપક્ષ ઉમેદવાર તરીકે મધુ શ્રીવાસ્તવે ભર્યું ઉમેદવારી ફોર્મ! ભાજપ અને કોંગ્રેસે આપી છે આમને ટિકીટ


  • Published By :
  • Published Date : 2024-04-18 18:33:45

ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે પરંતુ પાંચ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી પણ યોજાવાની છે.. વિજાપુર, પોરબંદર, માણાવદર, ખંભાત તેમજ વાઘોડિયા વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી થવાની છે કારણ કે ત્યાંના ચૂંટાયેલા ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. પેટા ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત પણ થઈ ગઈ છે ત્યારે વાઘોડિયા બેઠક પર ત્રિ-પાંખીયો જંગ જોવા મળવાનો છે કારણ કે અપક્ષ ઉમેદવાર તરીકે દબંગ નેતાની છબી ધરાવતા મધુ શ્રીવાસ્તવએ આજે ઉમેદવારી નોંધાવી છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે.

Madhu shreevastav speak on congress MLA in vadodara | પક્ષપલટો કરનારા  હંમેશાં ઠેકાણે પડી જતા હોય છે: MLA મધુ શ્રીવાસ્તવ | Divya Bhaskar


6 ધારાસભ્યોએ આપી દીધું હતું પોતાના પદ ઉપરથી રાજીનામું 

લોકસભા ચૂંટણી પહેલા ભાજપ દ્વારા ઓપરેશન લોટસ ચલાવવામાં આવ્યું હતું.. આ ઓપરેશન અંતર્ગત બીજા પાર્ટીના નેતાઓને ભારતીય જનતા પાર્ટીમાં લાવવામાં આવ્યા..પક્ષપલટો કરનાર અનેક નેતાઓના ઉદાહરણો આપણી સામે છે... વિધાનસભા ચૂંટણી બાદ 6 બેઠકોના ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું. જે ધારાસભ્યોએ પદ ઉપરથી રાજીનામું આપ્યું તેમાં વિજાપુરના ધારાસભ્ય, પોરબંદરના ધારાસભ્ય, માણાવદરના ધારાસભ્ય, ખંભાતના ધારાસભ્ય તેમજ વાઘોડિયાના ધારાસભ્ય તેમજ વિસાવદરના ધારાસભ્યનો સમાવેશ થાય છે.   

Article Content Image

લોકસભા ચૂંટણીની સાથે સાથે થવાની છે પેટા ચૂંટણી  

ધારાસભ્યએ પદ ઉપરથી રાજીનામું આપી દેતા ખાલી પડેલી વિધાનસભાની બેઠકો માટે પેટા ચૂંટણી યોજાવાની છે... રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીમાં ધારાસભ્યો જોડાઈ ગયા.. ત્યારે ખાલી પડેલી વિધાનસભા બેઠક માટે પણ લોકસભા ચૂંટણીની સાથે સાથે પેટા ચૂંટણી યોજાવાની છે  ભારતીય જનતા પાર્ટી તેમજ કોંગ્રેસ દ્વારા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં  આવી ગઈ છે. હજી સુધી આ બેઠકો પર  ત્રિ પાંખીયો જંગ નતો જામ્યો પરંતુ આજે વાઘોડિયાની બેઠક પર ત્રિ પાંખિયો જંગ જામ્યો છે કારણ કે મધુ શ્રીવાસ્તવે ઉમેદવારી ફોર્મ ભર્યું છે તેવી માહિતી સામે આવી છે... 


કોણ છે પેટા ચૂંટણી માટેના ઉમેદવાર?

જો પેટા ચૂંટણીના ઉમેદવારોની વાત કરીએ તો વિજાપુર બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીએ સી.જે.ચાવડાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે જ્યારે કોંગ્રેસે દિનેશ પટેલને ટિકીટ આપી છે... પોરબંદર બેઠક પર ભાજપે અર્જુન મોઢવાડિયાને ટિકીટ આપી છે જ્યારે કોંગ્રેસે આ બેઠક પર રાજુ ઓડેદરાને ટિકીટ આપી છે... માણાવદર બેઠક પર પેટા ચૂંટણી માટે ભાજપે અરવિંદ લાડાણીને તો કોંગ્રેસે હરિભાઈ કણસાગરાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. તે ઉપરાંત ખંભાત પર ભાજપે ચિરાગ પટેલને જ્યારે કોંગ્રેસે મહેન્દ્રસિંહ પરમારને ટિકીટ આપી છે. મહત્વનું છે કે વાઘોડિયા બેઠક પર ભાજપે ધર્મેન્દ્ર વાઘેલાને ટિકીટ આપી છે જ્યારે કોંગ્રેસે કનુભાઈ ગોહિલને ટિકીટ આપી છે. જ્યારે અપક્ષ ઉમેદવાર તરીકે મધુ શ્રીવાસ્તવે ઉમેદવારી ફોર્મ ભર્યું છે.    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે