આમ આદમી પાર્ટીના ઉમેદવારોનું ત્રીજુ લિસ્ટ જાહેર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-07 17:16:55

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે વિધાનસભા ક્ષેત્રથી લડતા 10 ઉમેદવારોનું ત્રીજુ લિસ્ટ આમ આદમી પાર્ટીએ જાહેર કર્યું. આમ આદમી પાર્ટી અગાઉ બે લિસ્ટ જાહેર કરી ચૂક્યું છે. ત્રીજા લિસ્ટને જોડતા આમ આદમી પાર્ટીએ કુલ 29 ઉમેદવારોના નામ જાહેરાત કરી દીધી છે. ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે કોઈ નામની જાહેરાત નથી કરી. આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી લડનાર 29 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. 



કૈલાશ ગઢવી માંડવી(કચ્છ) બેઠકથી ચૂંટણી લડશે
દિનેશ કાપડિયા દાણીલીમડા બેઠકથી ચૂંટણી લડશે
ડૉ. રમેશ પટેલ ડીસા બેઠકથી ચૂંટણી લડશે
લતેશ ઠક્કર પાટણ બેઠકથી ચૂંટણી લડશે
કલ્પેશ ભોલાભાઈ પટેલ બેઠકથી ચૂંટણી લડશે
વિજય ચાવડા સાવલી બેઠકથી ચૂંટણી લડશે
બિપીન ગામેતી ખેડબ્રહ્મા બેઠકથી ચૂંટણી લડશે
પ્રફુલ વસાવા નાંદોદ બેઠકથી ચૂંટણી લડશેજીવન જુંગી પોરબંદર બેઠકથી ચૂંટણી લડશે
અરવિંદ ગામીત નિઝર બેઠકથી ચૂંટણી લડશે



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે