દિલ્હી દારૂ કૌભાંડ મામલે EDએ AAPના નેતા સહિત 2ની ધરપકડ કરી


  • Published By :
  • Published Date : 2022-11-14 12:56:43

દારૂ કૌભાંડના મામલામાં આમ આદમી પાર્ટીની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, EDએ દિલ્હી લિકર પોલિસી કેસમાં AAP નેતા વિજય નાયર અને બિઝનેસમેન અભિષેક બોઈનપલ્લીની ધરપકડ કરી છે. આમ આદમી પાર્ટીના નેતા વિજય નાયર અને બિઝનેસમેન અભિષેક બોઈનપલ્લીની દિલ્હી લિકર પોલિસીમાં મની લોન્ડરિંગ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

Delhi Liquor Scam: દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં EDની મોટી કાર્યવાહી, AAP નેતા  વિજય નાયર સહિત 2 આરોપીઓની ધરપકડ

તમને જણાવી દઈએ કે આ પહેલા પણ આ બંનેની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી બંને જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા. દિલ્હી લિકર પોલિસીના આમ આદમી પાર્ટીના વિજય નાયરની જામીન પર સુનાવણી થવાની હતી. પરંતુ તે પહેલા જ ED દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.


મળતી માહિતી મુજબ, વિજય નાયર પર ષડયંત્ર, જૂથવાદ અને લાઇસન્સ પ્રક્રિયામાં ખોટું કરવાનો આરોપ છે. વિજય નાયર ઈવેન્ટ એમજીએમટી કંપની ઓન્લી મચ લાઉડરના ભૂતપૂર્વ સીઈઓ છે અને દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં આરોપી છે. કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા નાયરની ધરપકડ કરવામાં આવી છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.