પટનાના રેલવે સ્ટેશન પર પોર્ન વીડિયો ડિસ્પ્લે થયા બાદ બિહારના ભાગલપુર રેલવે સ્ટેશનના ડિસ્પ્લે સ્ક્રીન પર ફ્લેશ થયો આ આપત્તિજનક મેસેજ!


  • Published By :
  • Published Date : 2023-04-18 13:38:05

રેલવે સ્ટેશન પર મુસાફરોને સુવિધા મળે તે માટે મોટી મોટી સ્ક્રીન પર ટ્રેન અંગેની, પ્લેટફોર્મ અંગેની જાણકારી આપવામાં આવતી હોય છે. પરંતુ અનેક વખત રેલવે સ્ટેશનો પર રાખવામાં આવતા બિલબોર્ડ પર એવી વસ્તુઓ ડિસ્પ્લે થઈ જતી હોય છે જે વિવાદનો મુદ્દો બની જતો હોય છે. થોડા સમય પહેલા બિહારના રેલવે સ્ટેશન પર પોર્ન વીડિયો ચાલ્યો હતો ત્યારે બિહારના ભાગલપુર રેલવે સ્ટેશન પર એક એવો આપત્તિજનક મેસેજ ડિસ્પ્લે થયો જે ચર્ચાનો વિષય બની ગયો. 


સ્ક્રીન પર ડિસ્પ્લે થયો આપત્તિજનક મેસેજ! 

રેલવે સ્ટેશન પર સામાન્ય રીતે મોટી સ્કીન રાખવામાં આવતી હોય છે જેમાં ટ્રેનના સમય, કયા પ્લેટફોર્મ પર આવશે સહિતની વિગતો આપવામાં આવતી હોય છે. ત્યારે બિહારના ભાગલપુર રેલવે સ્ટેશન પર એક એવી વસ્તુ સ્ક્રીન પર ચાલી ગઈ કે આપત્તિજનક હતી.ભાગલપુર રેલવે સ્ટેશન પરિસરમાં લાગેલા એક સ્ક્રીન પર આપત્તિજનક મેસેજ ડિસ્પ્લે થઈ ગયો કે જેનો મતલબ થતો હતો સેક્સ વર્કર માટે અહીં સંપર્ક કરો. મળતી માહિતી અનુસાર આ મેસેજ લગભગ પાંચથી દસ મિનીટ સુધી ડિસ્પ્લે થયો હતો. 


આ ઘટના અંગે કરવામાં આવશે કાર્યવાહી! 

આ ઘટનાની જાણ થતા પોલીસ ત્યાં આવી પહોંચી હતી. એસડીઓ ધનંજય કુમાર અને ડીએસપી કુમાર ચૌધરી ત્યાં આવી પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે ટેક્નિકલ ખામીને કારણે આવી  ઘટના સર્જાઈ હતી. સ્ક્રીન પર જે મેસેજ ફ્લેશ થયો તેની ચકાસણી કરવામાં આવી રહી છે. જે કોઈ પણ આ હરકત માટે જવાબદાર હશે તેની વિરૂદ્ધ કાયેદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત કરવામાં આવી હતી. 


પટના રેલવે સ્ટેશન પર ચાલ્યો હતો પોર્ન વીડિયો!

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા બિહારના એક રેલવે સ્ટેશન પર પોર્ન વીડિયો ચાલ્યો હતો. પટના જંક્શનના એક પ્લેટફોર્મ પર અચાનક પોર્ન વીડિયો શરૂ થઈ ગયો હતો. એ વીડિયો સેકેન્ડો સુધી નહીં પરંતુ મીનિટો સુધી ચાલ્યો હતો. મળતી માહિતી અનુસાર આ મામલે કાર્યવાહી કરવામાં આવી હતી.   



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.