શાહરુખ ખાનની ફિલ્મ પઠાનના ટીઝરમાં આ વસ્તુ છે ખાસ


  • Published By :
  • Published Date : 2022-11-02 13:48:23

શાહરુખ ખાને આજે પોતાના જન્મ દિવસના રોજ તેમના ફેન્સને ગિફ્ટના ભાગરૂપે પઠાન ફિલ્મના ટીઝરને લોન્ચ કરી દીધું છે. કિંગ ખાને ટ્વિટર હેન્ડલ પર પઠાનનું ટીઝર લોન્ચ કર્યું છે. પઠાનના ટીઝરની લોકો રાહ જોઈ રહ્યા હતા. ઘણા વર્ષો બાદ શાહરૂખ ખાને મોટા પડદા પર પાછા આવ્યા છે. શાહરૂખ ખાનની ફિલ્મ પૂરી બનીને તૈયાર છે. પઠાન ટીઝરમાં શાહરૂખ ખાન એકદમ અલગ લુકમાં જોવા મળી રહ્યા છે. લોકોને પણ શાહરૂખ ખાનનો લુક પસંદ આવી રહ્યો છે. 

25 જાન્યુઆરીએ પઠાન ફિલ્મ રિલીઝ થશે

એક્શન ફિલ્મ પઠાનના ટીઝરમાં શાહરૂખ ખાન, જોન અબ્રાહમ, દીપિકા પાદુકોણ નજરમાં આવી રહ્યા છે. આ ટીઝરમાં તમને કિંગ ખાન અને જોન અબ્રાહમના એક્શન સીન જોવા મળશે. ટીઝરમાં શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની કેમેસ્ટ્રી પણ ધમાલ મચાવશે તેવું લાગી રહ્યું છે. લોકો પઠાનના ટીઝર પરથી ફિલ્મ મામલે એકદમ પોઝિટિવ પ્રતિક્રિયા શેર કરી રહ્યા છે. યશરાજ ફિલ્મ્સે ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું છે. પઠાન ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થશે તેવું યશરાજ ફિલ્મસે ટીઝરમાં લખ્યું છે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે