ચૂંટણી સમયે દીવ-દમણ જવાની યોજના બનાવતા પહેલા જાણીલો આ સમાચાર


  • Published By :
  • Published Date : 2022-11-19 18:15:16

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેને લઈ તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ચૂંટણીના સમય દરમિયાન દીવ-દમણમાં દારૂ બંધી કરી દેવામાં આવી છે.  શિયાળાના સમયમાં ગુજરાતમાં દારૂબંધી હોવાને કારણે લોકો દીવ દમણ જઈ દારૂની મહેલી જમાવતા હોય છે. ત્યારે ગુજરાતમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે ચૂંટણીના સમય દરમિયાન કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ અને દમણના વહીવટી તંત્રએ ચૂંટણીના સમય દરમિયાન દારૂબંધી કરવાનો નિર્ણય કર્યો છે.

ગાંધીના ગુજરાતમાં દેશી-વિદેશી દારૂની રેલમછેલ... રૂ. 2.55 અબજનો દારૂ પકડાયો

6 દિવસ માટે દીવ દમણમાં રહેશે ડ્રાય ડે

ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાવાનું છે. પ્રથમ તબક્કાનું મતદાન પહેલી ડિસેમ્બરના રોજ થવાનું છે જ્યારે બીજા તબક્કાનું મતદાન પાંચમી ડિસેમ્બરના રોજ યોજાવાનું છે. જેને કારણે ગુજરાતને અડીને આવેલા દીવ દમણ પ્રશાસને ચૂંટણીના સમય દરમિયાન દીવ દમણમાં દારૂબંધી કરવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત 29મી તારીખના સાંજના પાંચ વાગ્યાથી લઈ પહેલી ડિસેમ્બરના 5 વાગ્યા સુધી દારૂબંધી રહેશે. જે બાદ 3 ડિસેમ્બરથી પાંચ વાગ્યાથી લઈ 5 ડિસેમ્બરે સાંજના 5 વાગ્યા સુધી દીવ દમણમાં દારૂબંધી રહેશે. વહીવટી તંત્ર દ્વારા  6 દિવસ માટે ડ્રાય ડે જાહેર કરવામાં આવ્યો છે.          




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે