દેશનું આ રાજ્ય બન્યું Happiest State Of India, જાણો કયા આધારે કરવામાં આવે છે આવા સર્વે


  • Published By :
  • Published Date : 2023-04-19 16:30:54

દેશનું કયું રાજ્ય સૌથી ખુશ છે તેનો સર્વે મેનેજમેન્ટ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટના પ્રોફેસર દ્વારા કરવામાં આવ્યો છે. એમઆઈડીના પ્રોફેસર રાજેશ પિલાનિયા દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ભારતનું મિઝોરમ સૌથી હેપ્પી રાજ્ય છે. એક રિપોર્ટ અનુસાર મિઝોરમ ભારતમાં સાક્ષરતાના અનુસંધાને બીજા ક્રમે છે. 


મિઝોરમ બન્યું Happiest State Of India! 

ખુશ રહેવું દરેકને વધારે ગમે છે. દરેક વ્યક્તિ ઈચ્છતો હોય છે કે તેના જીવનમાં ખુશી રહે. ત્યારે આજે ખુશી અંગે વાત નથી કરવાની પરંતુ ભારતનું એવું રાજ્ય જેને સૌથી વધારે ખુશ હોવાનું બિરૂદ્ધ મળ્યું છે. એમઆઈડીના પ્રોફેસર દ્વારા આ અંગે સર્વે કરવામાં આવ્યો હતો. જે બાદ રિપોર્ટમાં મિઝોરમ સૌથી વધારે હેપ્પી રાજ્ય હોવાનું સામે આવ્યું છે. આ સર્વે અનેક માપદંડો પર આધારીત હોય છે. 


આ માપદંડો પર થાય છે સર્વે!  

જે માપદંડોના આધારે આ સર્વે કરવામાં આવે છે તેમાં પારિવારીક સંબંધો. સામાજીક મુદ્દાઓ, પરોપકાર ધર્મ, ખુશી, કામ સંબંધિત મુદ્દાઓ, શારિરિક તેમજ માનસિક આરોગ્યનો સમાવેશ થાય છે. ત્યારે  આ બધા માપદંડો પર મિઝોરમ રાજ્ય ખરૂ ઉતર્યું છે. એક અહેવાલ અનુસાર મિઝોરમમાં સાક્ષરતા વધારે છે.  ભલે મિઝોરમ આર્થિક દ્રષ્ટિએ થોડું નબળું રાજ્ય છે પણ સાક્ષરતાની દ્રષ્ટિએ આ રાજ્ય અનેક રાજ્યોને પાછળ પાડી દે તેવું છે. ત્યાંના બાળકો પણ આશાવાદી છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે